ખબર

લોકડાઉન પાર્ટ 3: દેશમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન લંબાઈ ગયું- વાંચો અહેવાલ

આજે ભારતમાં લોકડાઉનને લઇને સૌથી મોટા સમાચાર આવી ગયા છે. આખા દેશમાં 2 અઠવાડિયા માટે લોકડાઉન વધારવામાં આવ્યું છે. લોકડાઉન 3 મેનાં રોજ ખત્મ થઈ રહ્યું હતુ, પરંતુ કોરોનાનાં સંકટને જોતા લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે.

PM ની ગૃહમંત્રી, રેલમંત્રી, નાણામંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં CDS જનરલ બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા. ત્યારે હવે ભારતમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારાયું છે. ત્યારે હવે આ ત્રીજા તબક્કાનું લોકડાઉન રહેશે. દેશમાં 4મે થી 17 મે સુધી 2 અઠવાડિયા લૉકડાઉન લંબાવાયું છે. જોકે ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે.

કોવીડ 19 સામેની લડાઈ લડવા માટે ભારતમાં અગાઉ 40 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લોકડાઉન 2ની અવધી 3 મેના રોજ સમાપ્ત થતાં સમગ્ર દેશની નજર તેના પર હતી કે, 3 મે બાદ આખરે શું થશે. ત્યારે હવે આ બાબતને લઈ સૌથી મોટી ખબર હાલ આવી રહી છે. જે અંતર્ગત દેશમાં ફરી એક વખત બે અઠવડીયા સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

નવી અપડેટ પ્રમાણે ભારતમાં અત્યાર સુધી 35,026 લોકો પોઝિટિવ થયા છે અને 1,159 લોકોના મૃત્યુ થયા છે. શુક્રવારે હરિયાણામાં 08, આંધ્રપ્રદેશમાં 60, પશ્વિમ બંગાળમાં 37, રાજસ્થાનમાં 33, કર્ણાટકમાં 11, ઓરિસ્સામાં 4 અને બિહારમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્યમાં કોવીડ 19 પોઝિટિવ આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. તો સાથે જ બીજા ક્રમે રહેલા ગુજરાતમાં 4000થી વધુ લોકો કોવીડ 19 ના સંકજામાં આવી ગયા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.