કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રહેલા સ્પેનમાં છેલ્લા છ મહિનાથી રાતના સમયે ચાલી રહેલા કોરોના વાયરસ લૉકડાઉનને સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. દેશમાં લૉકડાઉન ખતમ થવાની જાહેરાત બાદ લોકો જશ્નના મૂડમાં આવી ગયા. સ્પેનના રસ્તા પર નવા વર્ષના જશ્નની જેમ લોકો માસ્ક વગર રસ્તા પર ઉતરી આવ્યા અને દારૂ, ડાન્સ પાર્ટી, કિસ અને ફટાકડા ફોડી સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
દેશમાં લૉકડાઉન ખતમ થવાની જાહેરાતથી લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને સસ્તા પર સ્ટ્રીટ પાર્ટી કરવા લાગ્યા હતા. લોકો ખુશીમાં ને ખુશીમાં રસ્તાં પર ઉતરીને એકબીજાને કરવા લાગ્યા કિસ, ખુબ નાંચ્યા ને કરી સ્ટ્રીટ પાર્ટી…
લોકો એટલી હદે ખુશ હતા કે, રસ્તા પર કપલ એકબીજાને લિપલૉક કિસ કરતા પણ દેખાયા. આ તસવીરો હવે પુરજોશમાં વાયરલ થઇ રહી છે.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે સ્પેનના બે મોટા શહેરો બાર્સિલોના અને મેડ્રિડમાં યુવાઓએ ખુબ પાર્ટી કરી. આ દરમિયાન નાગરિકોના માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગ પર ધ્યાન ન આપતા નિષ્ણાંતો ભડકી ગયા છે. આવા વ્યવહાર પર એક મુખ્ય નિષ્ણાંતે ચેતવણી આપી કે મહામારીને ગંભીરતાથી ન લેવી ભારે પડી શકે છે કારણ કે તે હજુ સમાપ્ત થઈ નથી.
અત્યાર સુધી જાહેર સ્થળે દારૂ પીવા પર હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. એવુ જાણવા મળી રહ્યુ છે કે, પાર્ટી કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તાજા નિયમ પ્રમાણે રાત્રે 11 કલાકથી પ્રતિબંધ યથાવત છે અને ત્યારબાદ ભેગા થવાની મંજૂરી નથી.