ખબર

લોકડાઉનના 4 તબક્કા પૂર્ણ થયા બાદ 1 જૂનથી મળી શકે છે છૂટછાટ, જાણી લો ફટાફટ એક ક્લિકે

હાલ દેશમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે જે મે મહિનાની 31મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. 31મી મે પછી રાજ્યમાં વધુ 2-3 અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.

Image source

દેશમાં પહેલા 25મી માર્ચના દિવસે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી સતત લોકડાઉન ચોથા તબક્કા સુધી લંબાવવામાં આવ્યું છે એટલે કે લોકડાઉન જાહેર કર્યાને આજે 65 દિવસ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેએ મનકી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કરી શકે છે.

કોરોના લૉકડાઉન 5.0 મુખ્ય રીતે 11 શહેરો પર ફોકસ રહેશે. તેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, પુણે, ઠાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા છે. આ તે શહેર છે જ્યાં કોરોના કેસ વધુ છે.

Image Source

દિલ્હી સહિત કેટલિક જગ્યાને છોડીને બાકી સ્થળો પર સલૂન ખુલી ગયા છે. સલૂન બાદ મોદી સરકાર જીમ અને શોપિંગ મોલ્સ ખોવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડી શકે છે. પરંતુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં તેને ખોલવાની શક્યતા ઓછી છે.

લોકડાઉનના 5માં તબક્કામાં શાળાઓ ખોલવી મુશ્કેલ છે. 15 જૂન સુધી શાળા અને કોલેજોને બંધ જ રાખવામાં આવી શકે છે.

Image source

ધાર્મિક સ્થળોને ખોલવામાં આવે કે નહીં તે નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવી શકે છે. કર્ણાટક સરકારે પીએમ મોદીને પત્ર લખીને 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી માગી છે.

મેટ્રો સર્વિસને પણ એક જૂનથી ફરી શરૂ કરી શકાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ યથાવત રહેશે. રેલવે અને ડોમેસ્ટિક ફ્લાઇટને સરકાર પહેલાં જ મંજૂરી આપી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.