ખબર

લોકડાઉન 4 સમગ્ર દેશભરમાં 31મે સુધી લંબાઈ ગયું, શું શું છૂટ મળશે? વાંચો બધું જ

સમગ્ર દુનિયાં કોરોનાની મહાનારીને સહન કરી રહી છે. કોરોના વાયરસને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે સામાન્ય જનતાની સાથે સાથે, મજુર વર્ગ, બૉલીવુડ જગત દરેકને ને નુકસાની વેઠવી પડી રહી છે. જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી મોટાભાગના કાર્યો રદ્દ કરી દેવામાં આવેલા છે.

Image Source

સવારથી લોકો આતુર થઈને રાહ જોઈ રહ્યા હતા કે લોકડાઉન 4 માં શું શું હશે…આખરે આવી ગયો નિર્ણય. સેન્ટ્રલ ગવર્મેન્ટ લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે અને તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે સ્ટેટ ગવર્મેન્ટ નિર્ણય લે. રેસ્તરાંમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે.

Image Source

ગયા અઠવાડિયે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર જણાવ્યું હતું કે ‘તા. 18મી મે પહેલાં ચોથા તબક્કાના લૉકડાઉન રિલેટેડ માર્ગદર્શિકા બહાર પાડી દેવામાં આવશે. ચોથો તબક્કો અલગ જ કલેવરમાં હશે’ પરંતુ તેનું સ્વરૂપ કેવું હશે તે અંગે મોદીએ કોઈ ફોડ પાડ્યો ન હતો.

આગળના 14 દિવસ વધુ લૉકડાઉન લાગૂ રહેશે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે ગાઈડલાઇન જાહેર કરી છે તેમાં જેમાં મેટ્રો ટ્રેન સેવાને પરવાનગી નહીં, મેટ્રો, સ્કૂલ, કૉલેજ બંધ રહેશે. હોટ સ્પોટ વિસ્તારમાં કડકાઈ રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ બંધ જ રહેશે. ઘરેલુ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને મંજૂરી નહીં.

શું બંધ રહેશે?

સુરક્ષા, મેડિકલ કારણ અથવા સ્પેશ્યલ પરમિશન વગરની કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પ્રતિબંધ રહેશે.

મેટ્રો ટ્રેન સેવા બંધ રહેશે.

Image Source

તમામ સ્કૂલ, કોલેજ સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે.

હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. હોમ ડિલિવરી માટેના રસોડા, કવોરેનટાઈન ફેસિલિટી, પોલીસ, સરકારી અધિકારીઓ વગેરે માટેની રહેઠાણ સેવાઓ, બસ ડેપો, રેલવે સ્ટેશન પરના કેન્ટિન ચાલુ રહેશે.

Image Source

તમામ સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, ધાર્મિક, સામાજિક પ્રકારના મિટિંગ નહિ થઇ શકે.

તમામ રિલિજિયસ સ્થળો તથા પૂજા કરવાના સ્થળો બંધ રહેશે.

લૉકડાઉન 4.0માં આ 30 શહેરોમાં નહીં મળી શકે રાહત!

ભારતના 30 સીટીમાં લૉકડાઉન 4.0માં પણ પહેલાની જેમ કડક પાલન કરવું પડશે. એમાં અમદાવાદ, દિલ્હી, સુરત, વડોદરા, મુંબઈ, પુણે, ગ્રેટર ચેન્નઈ, થાણે, ઉદયપુર, ઇન્દોર, કલકતા, જયપુર, નાસિક, જોધપુર, આગ્રા, તિરૂવલ્લુવર, ઓરંગાબાદ, કુડ્ડાલોર, ગ્રેટર હૈદરાબાદ, ચેંગલપટ્ટૂ, અરિયાલુર, હાવડા, કુર્નૂલ, ભોપાલ, અમૃતસર, વિલ્લુપુરમ, પાલઘર, બહરમપુર, સોલાપુર અને મેરઠનું નામ સામેલ છે. એનું કારણ એ છે કે આ શહેરોમાં કોવિડના આશરે 80% કેસ મળ્યા છે.

એવામાં સોશિયલ ડિસ્ટનસિંગ અને લોકડાઉન હોવા છતાં પણ દરેક દિવસે કોરોનાના નવા કેસ આવતા જોવા મળી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધારે પ્રમાણમાં જ ફેલાયેલો છે જેને લીધે મહારાષ્ટ્રની સરકારે લોકડાઉન-4.0 ની ઘોષણા કરી દીધી છે.

આજે એટલે કે 17 મૈ જ લોકડાઉન 3.0 પૂર્ણ થયું છે અને આ સાથે જ મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન – 4 લાગુ કરવાનું એલાન કર્યું છે અને તેને 31 મૈ સુધી યથાવત રાખવામાં આવશે. જો કે બે કે ત્રણ દિવસ પહેલા હોટસ્પોટ વિસ્તારોમાં જ લોકડાઉન વધારવામાં આવ્યું હતું પણ આજથી સમગ્ર રાજ્યના લોકડાઉન 31 May સુધી વધારી દેવામાં આવ્યું છે.

Image Source

મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન વધારવાની ઘોષણા કરવાની સાથે સાથે આ બાબત સંબંધિત પત્ર પણ જાહેર કર્યો છે. આ પત્રના આધારે કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની વધતી જઈ રહેલી સ્થિતિને જોતા લોકડાઉન વધારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે જરૂરી છે. દરેક સરકારી કાર્યકરોને ગાઈડલાઇનનું પાલન કરવાનો પણ નિર્દેશ કર્યો છે.

Image Source

મહારાષ્ટ્ર સરકાર તરફથી જારી પત્રમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં કોવિડ-19ના સંક્રમણની સ્થિતિને જોતા લોકડાઉન વધારવુ જરૂરી છે તેથી રાજ્ય સરકાર 31 મે સુધી લોકડાઉનને વધારવાનો નિર્ણય કરે છે. રાજ્ય સરકાર અનુસાર મહારાષ્ટ્ર સરકારના તમામ વિભાગ લોકડાઉનને પ્રભાવી અને કડકાઈથી લાગુ કરવા માટે તમામ દિશા નિર્દેશોનું પાલન કરશે.

માત્ર મહારાષ્ટ્ર જ નહિ પણ પછી તમિલનાડુ, પંજાબ અને તેલંગાણાની સરકારે પણ લોકડાઉનની અવધિ 31 May સુધી લંબાઈ દેવામાં આવી છે. તમિલનાડુની સરકારે આ આદેશ ઘોષિત કરતા લોકડાઉન 4.0 ના નિયમોની જાણકારી પણ આપી છે.

પંજાબ સરકાર 18 May પછી રાજ્યમાંથી કર્ફ્યૂય હટાવાનો નિણર્ય લીધો છે. જો કે ત્યાં પણ લોકડાઉન 31 May સુધી યથાવત જ રહેશે. CM અમરિન્દર સિંહએ કહ્યું કે 18 May પછી દુકાનો ખૂલશે અને નાના વ્યાપારીઓને પણ કામ કરવાની પરવાનગી આપવામાં આવશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.