‘લૉક અપ’ની પાર્ટીમાં બૉલીવુડ અભિનેત્રી કંગનાએ ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરીને આવતા જ બધા ખળભળી ઉઠ્યા, ગજબની લાગે છે

કંગના રનૌતનો વિવાદાસ્પદ શો લોકઅપ સમાપ્ત થઈ ગયો છે. 7 મેના રોજ યોજાયેલા શોના ગ્રાન્ડ ફિનાલેમાં મુનવ્વર ફારૂકીની જીત થઇ હતી. આ દરમિયાન અંજલિ અરોરા સેકન્ડ રનર અપ રહી હતી. આ શોમાં કંગના રનૌત હોસ્ટ તરીકે અને કરણ કુન્દ્રા જેલર તરીકે હતો. લોકઅપની અદભૂત સફળતા પછી રવિવાર એટલે કે 8 મેના રોજ મુંબઈમાં શોની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કંગના રનૌત, એકતા કપૂર સહિત ટીવીની ઘણી સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો હતો.

આ પાર્ટીમાં મુનવ્વર ફારૂકીથી લઇને પ્રિન્સ નરુલા અને તેની પત્ની યુવિકા તેમજ કરણ કુંદ્રા અને તેજસ્વીએ પણ હાજરી આપી હતી. પાર્ટીમાં પહોંચીને કંગના રનૌતે પહેલા એકતા કપૂરને ગળે લગાવી અને તેની સાથે તસવીરો ક્લિક કરાવી. અભિનેત્રીએ પછી તેના ગ્રુપ સાથે પણ તસવીરો ક્લિક કરાવી હતી. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. જેમાં કરણ કુન્દ્રા, સારા ખાન, મંદાના કરીમી, આઝમ ફલાહ, શિવમ શર્મા, તેજસ્વી પ્રકાશ અને પૂનમ પાંડેનો સમાવેશ થાય છે.

અલી મર્ચન્ટ પણ બેકગ્રાઉન્ડમાં પાર્ટી એન્જોય કરતા જોઈ શકાય છે. કંગનાએ એકતા કપૂર સાથેની તસવીર પણ શેર કરી અને તેને બેસ્ટ બોસ ગણાવી. આ પાર્ટીમાં ટીવી અને ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સક્સેસ પાર્ટીમાં કંગના રનૌત હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને હાઈ હીલ્સ પહેરી હતી.

પાર્ટી દરમિયાન એકતા કપૂર બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ સક્સેસ પાર્ટીમાં પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈને પણ હાજરી આપી હતી. સક્સેસ પાર્ટીમાં મુનવ્વર ફારૂકી બ્લેક શર્ટ અને બ્લુ જીન્સમાં ખૂબ જ સિમ્પલ લાગતો હતો. આ દરમિયાન તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા પણ જોડાયા હતા. તેજસ્વીએ વ્હાઈટ એન્ડ બ્લેક આઉટફિટ પહેર્યો હતો, તો કરણ બ્લેક આઉટફિટમાં હેન્ડસમ લાગતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Simply Bollywood (@simplybollywud)

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પ્રિન્સ નરુલા તેની પત્ની યુવિકા ચૌધરી બંને લોકઅપ પાર્ટીમાં સામેલ થયા હતા. સાથે જ અનીતા હસનંદાનીએ પણ પાર્ટીમાં સામેલ થઇ ગૌરવ વધાર્યું. લોકઅપ સ્પર્ધકો કરણવીર બોહરા અને જીશાન ખાન પણ સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા હતા. પાર્ટી દરમિયાન બંનેનો સ્વેગ જોવા જેવો હતો. પૂનમ પાંડેએ બ્લેક ડ્રેસમાં પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લોકઅપની સક્સેસ પાર્ટીમાં સારા ખાન અને શિવમ શર્મા પણ પહોંચ્યા હતા. આ દરમિયાન સારા ખાને ગ્રીન ક્રોપ ટોપ પહેર્યું હતું અને શિવમ શર્માએ બ્લેક જીન્સ સાથે બ્લુ જેકેટ પહેર્યું હતું. ક્રિસ્ટલ ડિસોઝા, રિદ્ધિ ડોગરા અને વિકાસ ગુપ્તાએ પણ લોકઅપની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી. આ સિતારાઓએ સભાને ચમકાવી હતી. જણાવી દઇએ કે, કંગના રનૌતે લોકઅપથી OTT ડેબ્યૂ કર્યું હતું. તેના પ્રથમ OTT શોની સક્સેસ પાર્ટીમાં તે સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.

Shah Jina