કોણ છે લોકઅપની ગ્લેમરસ ‘કેદી’ અંજલી? જે ફેન ફોલોઇંગમાં કંગના રનૌતને પણ આપે છે માત

એશ્વર્યા રાય કરતા પણ મોટી સ્ટાર છે આ, કંગના રનૌત કરતાં વધુ છે ફોલોઅર્સ, જૂનાગઢના ફારુકીને કહ્યું I LOVE YOU

પોતાના બેબાક નિવેદન અને બિંદાસ અંદાજ માટે ઓળખવામાં આવતી અભિનેત્રી  કંગના રનૌતનો રિયાલિટી શો લોક અપ હાલના દિવસોમાં ખુબ લાઇમલાઇટમાં રહે છે. શો ઓટીટી પ્લેટફોર્મ એમએકસ પ્લેયર અને ઓલ્ટ બાલાજી પર પ્રસારિત થઈ રહ્યો છે.

જેમ જેમ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ દર્શકોને નવા નવા ચેહરાઓ જોવા મળી રહ્યા છે. શોમાં એક સ્પર્ધકની એન્ટ્રી થતા જ ધમાલ મચી ગઈ છે. શોમાં કોન્ટ્રોવર્શિયલ સેલેબ્સ પોતાની દમદાર પર્સનાલિટીથી ચાહકોનું દિલ જીતી રહ્યા છે.કંગનાની જેલમાં ટીવીના ઘણા ફેમસ સિતારાઓ ધમાલ મચાવી રહ્યા છે પણ કંગનાની એક કેદી એવી પણ છે

જે ટીવીનું નહિ પણ સોશિયલ મીડિયાનું એક મોટું નામ છે. અહીં વાત થઇ રહી છે અંજલિ અરોરાની. જો તમે પણ સોશિયલ સાઇટ્સ પર સક્રિય છો તો એ વાતની ચોક્કસ જાણ હશે જે કંગનાની સૌથી નાની ઉંમરની કેદી અંજલિ અરોરા રિયલ લાઈફમાં કેટલી ગ્લેમરસ છે.આવો તો જાણીએ કે આખરે કોણ છે આ અંજલી અરોરા!

અંજલીનો જન્મ નવેમ્બર 1999માં પંજાબમાં એક શીખ પરિવારમાં થયો હતો. તે પોતાના અભ્યાસની સાથે ટીક ટોક સાથે જોડાઈ હતી. 18 વર્ષની નાની ઉંમરમાં તેણે પોતાના વિડીયો માટે લોકપ્રિયતા મેળવી લીધી હતી. તમે પણ અંજલીના ઘણા વિડીયો અને રીલ્સ જોયા હશે. અંજલીએ જ કચ્ચાં બાદામ ગીત પર ડાન્સ કરીને તેને ફેમસ બનાવ્યું હતું.

ભારતમાં ટિક્ટોક બેન થયા પછી અંજલીએ અન્ય પ્લેટફોર્મ પર વિડીયો શેર કરવાનું યથાવત રાખ્યું હતું અને તે ત્યાં પણ ફેમસ બની ગઈ. અંજલી અલગ અલગ ગીતો અને સંવાદો પર ડબીંગ વીડિયો બનાવે છે. યુટ્યૂબ પર અંજલીના બે લાખથી વધારે સબસ્ક્રાઇબર્સ છે અને સૌથી ખાસ વાત એ કે સોશિયલ મીડિયા પર અંજલી અરોરાની ફેન ફોલોઇંગ લોકઅપની કવીન કંગનાને પણ માત આપે છે.

જ્યા અંજલીની ફેન ફોલોઇંગ 11 મિલિયન છે જ્યારે કંગનાની ફેન ફોલોઇંગ 7.9 મિલિયન છે.આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે કંગનાની કેદી અંજલી સોશિયલ મીડિયા પર કેટલી વધારે લોકપ્રિય છે. લોકપ્રિયતાની બાબતમાં મોટા મોટા કલાકારોને ટક્કર દેનારી અંજલી સોશિયલ મીડિયા સ્ટાર હોવાની સાથે સાથે ફેમસ ટીક ટોકર પણ છે અને ઘણા હિટ પંજાબી અને હરિયાણવી ગીતોમાં જોવા મળી ચુકી છે.

અંજલી ફેમસ પંજાબી સિંગર Kakaના સોન્ગ Temporary Pyarમાં પણ જોવા મળી ચુકી છે. આ સોન્ગ માટે ચાહકોની દીવાનગી આજે પણ જોવા મળે છે અને યૂટ્યૂબ પર આ ગીત પર મિલિયન્સ વ્યૂઝ આવી ચુક્યા છે.મળેલી જાણકારીના આધારે અંજલીને બાળપણથી જ એક્ટિંગ અને મોડેલિંગનો ખુબ શોખ હતો. શોર્ટ વીડિયો દ્વારા અંજલીને લોકપ્રિયતા મળવાની શરૂ થઇ હતી.અંજલીને પોતાના સુંદર લુક્સ, ક્યૂટ સ્માઇલ અને ફિટનેસને લીધે પણ જાણવામાં આવે છે.

અંજલીના વીડિયો પરથી એ અંદાજો લગાવી શકાય છે કે તે ફિટનેસ અને આકર્ષક ફિગરની બાબતમાં કોઈ બોલિવુડ અભિનેત્રીઓથી કમ નથી. એવા ઘણા વિડીયો પણ છે જેમાં તે  વર્કઆઉટ કરતી જોવા મળે છે. તે પોતાના ફિટનેસને મેન્ટેન રાખવા જિમમાં ખુબ વર્કઆઉટ કરે છે. અંજલીના ઇન્સ્ટા એકાઉન્ટ પર લાખો તસવીરો છે અને દરેકમાં તે અલગ અલગ અંદાજ અને પોઝમાં જોવા મળે છે. સુંદરતાની બાબતમાં અંજલી કોઈ બૉલીવુડ અભિનેત્રીથી કમ નથી.

કંગનાની કેદી બન્યા પછી અંજલી મોટી સ્ટાર બની ચુકી છે.અંજલીએ શોમાં જણાવ્યું હતું કે તેના વિડીયો એટલા માટે પસંદ કરવામાં આવે છે કેમ કે લોકો તેને જોવા માંગે છે. શોમાં કંગનાએ અંજલીને પૂછ્યું કે મને સમજમાં નથી આવતું કે આખરે તારા 1 કરોડથી વધારે ફોલોઅર્સ કઈ રીતે છે ? અને શું મારે તને ફોલો કરવી જોઈએ ? તેનો જવાબ અંજલીએ ડાન્સ કરીને આપ્યો હતો. અંજલીએ પરમ સુંદરી ગીત પર ડાન્સ કરીને કંગનાને ખુશ કરી દીધી હતી.અંજલીની દરેક અદાઓ લોકોને ખુબ પસંદ આવે છે.

Krishna Patel