ઢોલીવુડ મનોરંજન મૂવી રીવ્યુ

પ્રેમ, લાગણી અને સમર્પણનો સમન્વય એટલે ફિલ્મ “લવની લવ સ્ટોરીસ”, વાંચો ફિલ્મનો રીવ્યુ, શું છે ફિલ્મમમાં જોવા જેવું?

પ્રતીક ગાંધી:
“લવની લવ સ્ટોરીસ”માં લવ નામનું પાત્ર, નામ એવા જ ગુણ, જે દરેક બાબતને પ્રેમથી શણગારે, એ માતા પ્રત્યેનો હોય, કાકી દાદી કે બહેન પ્રત્યેનો હોય કે પછી પોતાની પ્રિયતમા પ્રત્યેનો જ કેમ ના હોય! ત્રણ અભિનેત્રીઓ સાથેના જોડાણ અને એમાં પણ આવતી પ્રેમની પરીક્ષા આજના સમયના ઘણાં યુવાનોના જીવનમમાં બનતી ઘટનાઓને ઉજાગર કરે છે. પ્રતીક ગાંધીનો અભિનય એટલે અભિનયનું પ્રતીક જ માની લો. એક સાહજિક અને સરળ અભિનય જે આંખોમાંથી ઉતરી સીધો હૃદયમાં સ્પર્શી જાય.

દીક્ષા જોશી:
ફિલ્મના અડધા ભાગ પછી જે જોવા મળે છે એ દીક્ષા જોશી એટલે કે ફિલ્મની પ્રીતિ, કબીરસિંગમાં એક પ્રીતિને જોઈ અને એની યાદો હજુ અંકોમાંથી ભૂંસાઈ નથી ત્યાં “લવની લવ સ્ટોરીસ”ની પ્રીતિ હૃદયમાં આવીને વસી ગઈ. આ ફિલ્મમાં તેના અભિનયને કોઈના પહોંચી વળે, એક અલ્લડતા, નિખાલસતા કઈ કેટલુંય એક જ અભિનેત્રીમાં જોવા મળે, ફિલ્મના બીજા ભાગને તો એ જાણે પોતાના ખભા ઉપર જ ઊંચકીને ચાલતી હોય એમ લાગે. એરેન્જ મેરેજમાં પણ કંઈક ડિફરન્ટ તો હોવું જ જોઈએ એ વાત દીક્ષા જોશીના અભિનયમાં જોવા મળે છે અને એટલે જ આપણા લવભાઈ પણ ગોથા ખાતા થઈ જાય છે ફિલ્મમમાં.

વ્યોમા નંદી:
હિન્દી ફિલ્મોમાં બિન્દાસ અભિનય કરતી ઘણી અભિનેત્રીઓ જોઈ, પરંતુ ગુજરાતી ફિલ્મોમાં આવા અભિનયની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એ પ્રકારે વ્યોમા નંદી આ ફિલ્મમાં જોવા મળી. તેના અભિનયને જોઈને એક જ વાત નીકળે, સુપ્પબ એક્ટિંગ. એકદમ નેચરલ અને સંવાદો જાણે સ્ક્રિપ્ટના નહિ પરંતુ હૃદયના આવતા હોય એમ લાગે. “લવની લવ સ્ટોરીસ”માં તે સોનમ નામનું પાત્ર નિભાવે છે, અને આ સોનમ પણ ફ્રેન્ડશીપ અને લવના ચક્કરમાં જે લોકો ફ્રેન્ડશીપ પણ ખોઈ બેસે છે તેવા યુવાન વર્ગ માટે વ્યોમાના અભિનયમાં ઘણી વાતો જોવા અને જાણવા મળે છે.વ્યોમાના આ અભિનય માટે તેની પ્રસંશા કરીએ તેટલી ઓછી છે.

શ્રદ્ધા ડાંગર:
“હેલ્લારો” ફિલ્મનો નશો હજુ ગુજરાતીઓને ઉતર્યો નથી, એ ફિલ્મમાં શ્રદ્ધા ડાંગરના અભિનયના વખાણ હજુ ચારેય બાજુએ ગુંજી રહ્યા છે ત્યાં જ “લવની લવ સોટીસ”માં મિસ્ટીના પાત્ર તરીકે આવેલી શ્રદ્ધા ચાહકોને તેનું એક નવું જ રૂપ બતાવી જાય છે, ફિલ્મની શરૂઆતમાં જ શ્રદ્ધાને જોઈને લવભાઈ સાથે પ્રેક્ષકોના હૈયા પણ હાલક ડોલક કરવા લાગે. આમ તો આખી ફિલ્મમાં પ્રેમની વાત કરવામાં આવી છે પરંતુ શ્રદ્ધાના પાત્ર દ્વારા પણ લવભાઈના લવને જે રીતે બતાવવામાં આવ્યો છે તે આજના ઘણા યુવાનોના એકતરફી પ્રેમને વ્યક્ત કરી બતાવે છે. પ્રેમની કબૂલાત અને પ્રેમમાં આપેલા વચનો નિભાવવાની જો વાત જોવી હોય તો મિસ્ટી અને લવનો પ્રેમ તો જોવો જ જોઈએ.

હાર્દિક સંઘાણી:
મોટાભાગની ફિલ્મમોમાં આપણે જોઈએ છે કે ફિલ્મના હીરોનો એક બેસ્ટ ફ્રેન્ડ તો હોય છે જ. એમ “લવની લવ સ્ટોરીસ”માં પણ હીરોના બેસ્ટ ફ્રેન્ડ તરીકે હાર્દિક સંઘાણી જોવા મળે છે. સૌમિત્ર નામથી આ ફિલ્મમાં અભિનય કરતો હાર્દિક લવભાઈની હંમેશા સાથે રહેતો જોવા મળે છે, માત્ર મિત્ર તરીકેની જ ભૂમિકામાં નહિ પરંતુ એક કોમેડિયનની ભૂમિકામાં પણ પોતાનું યોગદાન આપે છે, ગુજરાતી ફિલ્મોમાં હાર્દિક જેવી કોમેડી કદાચ જોવી અસંભવ છે, એકદમ સરળ રીતે અને એ પણ પાછું પંચ લાઈનમાં હાસ્ય લઈ આવવું ખુબ જ મુશ્કેલ છે તે છતાં પણ હાર્દિક આ કરી બતાવે છે. હાર્દિકનો અભિનય પણ આ ફિલ્મમાં ખુબ જ દમદાર છે.

ગીત અને સંગીત:
જો તમારા દિલને પણ તમે ઘુમાવવા માંગતા હોય તો “ઘૂમે ઘૂમે જાય રે..” ગીત તમારા હૈયાને ચોક્કસ સ્પર્શી જશે, આ સિવાય પણ બીજા ગીતો પણ તમને ચોક્કસ ગમશે જ. એટલું ચોક્કસ કહીશ કે “લવની લવ સ્ટોરીસ”ના ગીતો તમારા ફેવરિટ પ્લે લિસ્ટમાં જગ્યા જરૂર મેળવી લેશે। ફિલ્મનું સંગીત પણ ખુબ જ આહલાદક છે. હૃદયને સ્પર્શી જાય એવું છે, પાર્થ ભારત ઠક્કરે ફિલ્મમાં સંગીત આપ્યું છે અને આ સંગીત ખરેખર હૈયાના તારને ઝંઝણાવવામાં સફળ રહ્યું છે.

 

વાર્તા અને ડાયરેક્શન:
ફિલ્મની વાર્તા દુર્ગેશ  તન્ના દ્વારા લખવામાં આવી છે, અને ખાસ આ વાર્તા આધુનિક જમાનાના યુવાનોને કેન્દ્રમાં રાખીને લખાઈ છે, સાથે ફિલ્મનું નિર્દેશન પણ દુર્ગેશ તન્ના દ્વારા જ કરવામાં આવ્યું છે. ત્યારે દુર્ગેશ તન્નાએ જે રીતે “લવની લવ સ્ટોરીસ”ની વાર્તા કાગળ ઉપર ઉતારી એજ રીતે પડદા ઉપર પણ ઉતારવામાં સક્ષમ રહ્યા છે.

“લવની લવ સ્ટોરીસ”ને મનીષ અંદાની અને કરીમ મીનસરીયાએ પ્રોડ્યુસ કરી છે. સ્વિસસ્ક એન્ટરટેટમેન્ટ અને ડી.બી. ટોલ્કિઝના બેનર હેઠળ આ ફિલ્મ આકાર પામી, દર્શકોના દિલ જીતવામાં ઘણી જ સફળ રહી છે. થિયેટરમાં ફિલ્મને જોઈને આવનાર દરેક દર્શક ખુશ છે, તમે પણ જો હજુ સુધી ના જોવા ગયા હોય તો વહેલી તકે આ ફિલ્મ જોવાનો લ્હાવો લઈ આવો, તમને પણ મઝા આવી જશે.

જુઓ ફિલ્મનું ટ્રેલર

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.