સવાર સવારમાં વૉશરૂમનો દરવાજો ખોલતા જ આંખો સામે જોવા મળી અઢળક ગરોળીઓ, જોઈને જે કરવા આવ્યો હતો તે…. જુઓ વીડિયો

મોટાભાગના લોકો સવારે ઉઠવાની સાથે જ વૉશરૂમમાં જતા હોય છે. જેના બાદ જ તે પોતાની દૈનિક ક્રિયાઓ કરતા હોય છે. પરંતુ જરા વિચારો જો તમે સવારમાં વૉશરૂમમાં જાવ છો અને કોઈ ગરોળી જોવા મળી જાય તો. જો કે ગામડામાં અને ઘણી જગ્યાએ આ સામાન્ય બાબત હશે, પરંતુ છોકરીઓ તો ગરોળી જોઈને ચીસ પાડી ઉઠે છે. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં એક બે નહિ પરંતુ અઢળક ગરોળીઓ એક સાથે જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ મોબાઈલમાં કેમેરો ચાલુ કરીને બાથરૂમ તરફ જાય છે. અને ત્યાં એક બે નહિ પરંતુ અસંખ્ય ગરોળીઓ જોવા મળી રહી છે. વૉશરૂમના કમોડ ઉપર અને દીવાલ ઉપર આ ગરોળીઓ ફરી રહી છે, આ જોઈને કોઈના પણ મોઢામાંથી ચીસ નીકળી જાય.

વીડિયોમાં તે વ્યક્તિ વોશરૂમની બીજી દીવાલો પણ બતાવી રહ્યો છે અને તેમાં પણ જોવા મળી રહ્યું છે કે આ ગરોળીઓ દીવાલ ઉપર ચોંટેલી છે, જ્યાં જુઓ ત્યાં બસ ગરોળી જ ગરોળી છે. આ જોઈને વીડિયો ઉતારનાર પણ શોક થઇ ગયો છે. જરા વિચારો તમારી સાથે પણ જો આવું થાય તો કેવું થાય.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઇન્ટરનેટ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, સાથે જ લોકો એમ પણ કહી રહ્યા છે કે ભગવાન આવી સવાર કોઈને ના બતાવે. તો ઘણા લોકો તો એમ પણ કહી રહ્યા છે કે જો મારી સાથે આવું થાય તો મને હાર્ટ એટેક આવી જાય. તો ઘણા લોકો હસવાના ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

Niraj Patel