પ્રાચીન સમયથી જ આપણા ધર્મ શાસ્ત્રો, સંસ્કૃતિ,રીત-રિવાજ વગેરેને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. એવામાં આજના આધુનિક જમાનામાં પણ આપણા વડીલો દ્વારા ઘણા કામ કોઈ શાસ્ત્રોના અનુસાર શુભ સમયને અનુલક્ષીને કરવામાં આવે છે. એટલે કે આજે પણ કોઈ નવા કામ શરૂ કરતા પહેલા શુભ-અશુભના ચોઘડિયાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.

શાસ્ત્રોમાં ઘણી એવી બાબતો જણાવામાં આવી છે, જેની સીધી જ અસર તમારા જીવન પર પડી શકે છે.એમાંની જ એક બાબત છે ઘરમાં ગરોળીનું દેખાવું. જો કે મોટાભાગે દરેક ઘરોમાં ગરોળી તો જોવા મળી જ જાય છે. મોટાભાગે લોકો ઘરમાં ગરોળીને જોતા જ તેને બહાર કાઢવાના પ્રયાસો કરતા રહે છે પણ તમને જણાવી દઈએ કે ઘરમાં ગરોળીનું દેખાવું ઘણા હદ સુધી તમને ફાયદો કરી શકે છે.

એવામાં આજે અમે તમને ગરોળી સાથે જ જોડાયેલી અમુક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે શુભ કે અશુભ પણ હોઈ શકે છે. મોટાભાગે ગરોળીથી લોકોને બીક લાગતી હોય છે માટે કોઈપણ લોકો તેને પોતાના ઘરમાં હોવી ઇચ્છતા નથી હોતા પણ જણાવી દઈએ કે શાસ્ત્રોના અનુસાર જો કોઈ અમુક ખાસ સમય પર ગરોળી જોવા મળી જાય તો તે તમને કંઈક આવા સંકેતો આપે છે.
1.ઘરમાં ઝગડો કરતી ગરોળીનું દેખાવું:
મોટાભાગે ઘરમાં જોવા મળતું હોય છે કે બે ગરોળી એકબીજા સાથે ઝગડો કરતી હોય છે. જો તમને પણ ઘરમાં ઝગડો કરતી ગરોળી દેખાઈ આવે તો તે તમારા માટે પનૌતી લાવી શકે છે. આ ઘટના એ બાબત તરફ ઈશારો કરે છે ટૂંક સમયમાં જ તમારા કોઈ નજીકના મિત્ર,જીવનસાથી કે પરિવારના કોઈ સદસ્ય સાથે ઝગડો થઇ શકે છે.

2.જમતી વખતે ગરોળીનું દેખાવું:
જો કે મોટાભાગે કોઈને કોઈ સમયે ગરોળી દેખાઈ જ આવતી હોય છે પણ જો તમને જમતી વખતે ગરોળી દેખાઈ આવે તો તે તમારા માટે શુભ સાબિત થઇ શકે તેમ છે.જમતી વખતે ગરોળીનું દેખાવું તમને નજીકના સમયમાં જ કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા માટે ફાયદેમંદ સાબિત થાશે.

3.સંભોગ કરી રહેલી ગરોળીની દેખાવું:
ઘણીવાર સંભોગની પ્રિક્રયા કરી રહેલી ગરોળી પણ ઘરમાં દેખાઈ આવે છે. જો આવી ઘટના તમને પણ જોવા મળી જાય તો સમજી જાવ કે અમુક જ સમયમાં તમારી મુલાકાત તમારા કોઈ જુના મિત્ર,કે અન્ય કોઈ ખાસ વ્યક્તિ સાથે થઇ શકે છે.

4.મૃત ગરોળીનું દેખાવું:

શાસ્ત્રોના અનુસાર મૃત ગરોળી દેખાવી વ્યક્તિ માટે અશુભ સંકેત માનવામાં આવે છે.ખાસ કરીને નવા ઘરની ખરીદારી કરતી વખતે કે ઘરમાં પ્રવેશ કરવાના સમયે મૃત ગરોળી દેખાઈ આવે તો તે તમારા માટે પનૌતી નોતરી શકે છે.મૃત ગરોળીના દેખાવાથી ઘરના કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાઓ પ્રવેશી શકે છે, જેને લીધે ઘરના સદસ્યો વચ્ચે મનમુટાવ અને તણાવની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks