જો ઘરમાં દેખાય ગરોળી તો તરત કરો આ કામ, લક્ષ્મી માતા પૈસાનો વરસાદ કરશે
દિવાળીમાં લોકો ગરોળીને ખૂબ જ શુભ માને છે. એવું કહેવાય છે કે ગરોળી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને દિવાળીના દિવસે ઘરમાં ગરોળી જોવાનો અર્થ છે કે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થયું છે. ઘરના વડીલો ઘણીવાર દિવાળીના દિવસે સાંજે બધા દરવાજા ખુલ્લા રાખવાની સલાહ આપે છે. તેમનો તર્ક છે કે લક્ષ્મી પૂજાનો દિવસ છે અને લક્ષ્મી આવવા માટે દરવાજા ખુલ્લા હોવા જોઈએ.
સામાન્ય રીતે લોકો ઘરમાં ગરોળી જોઈને ડરી જાય છે પરંતુ કદાચ તેઓ નથી જાણતા કે ડરામણી દેખાતી ગરોળી કેટલુ શુભ ફળ આપે છે. ગરોળીથી તમને મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આમ તો લોકો કહે છે કે ઘરમાં ગરોળી સારી નથી હોતી, પરંતુ જો તમને દિવાળી પર ગરોળી દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, ગરોળીના દર્શનથી આર્થિક તંગી દૂર થાય છે અને વધુને વધુ ધન પ્રાપ્ત થાય છે.
મંદિરમાં અથવા ભગવાનની મૂર્તિ પાસે રાખેલા કંકુ-ચોખાને દૂરથી ગરોળી પર છાંટવા. આ કરતી વખતે તમારા મનની કોઈપણ ઈચ્છાનો પાઠ કરો અને એ કામના કરો કે તે પૂર્ણ થાય. ઘરમાં ગરોળીની પૂજા કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત આવે છે અને ધન કમાવવાના નવા રસ્તાઓ જોવા મળે છે, તેવી જ રીતે ગરોળી પણ ધન અને પૈસાને ઘરમાં પકડી રાખે છે.