જ્યોતિષ શાસ્ત્ર

જમતી વખતે જો જોવા મળી જાય ગરોળી, તો સમજી લો આ ઈશારો…

ગરોળી આપે છે આ જાદુઈ સંકેત, જાણો

આવનારા સમયમાં શું થવાનું છે તેની જાણ કોઈને જ નથી હોતી પણ પશુ-પક્ષી અને જીવજંતું પણ અલગ અલગ રીતે આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશેના સંકેતો આપે છે.દરેક કોઈના ઘરોમાં ગરોળી તો ચોક્કસ જોવા મળતી જ હોય છે. મોટાભાગે ઘરની દીવાલોમાં ગરોળી દેખાઈ જ જાય છે. પણ શું તમે એ જાણો છો કે શાસ્ત્રોમાં ગરોળી સાથે જોડાયેલા ઘણા લાભ-ગેરલાભ જણાવામાં આવ્યા છે જે દરેક કોઈને જાણી લેવા જોઈએ. આવો તો તમને જણાવીએ અમુક ખાસ સમય પર ગરોળીનું દેખાવું કેવા સંકેતો આપે છે.

1. શાસ્ત્રોના અનુસાર નવા ઘરમાં પ્રવેશ કરવાના સમયે જો મૃત ગરોળી કે શરીર પર ધૂળ-માટી ચોંટેલી ગરોળી જોવા મળી જાય તો તે ઘરમાં રહેનારા લોકો રોગથી પીડીત થઇ શકે છે એટલે કે આવી સ્થિતિમાં ગરોળીનું દેખાવું અશુભ માનવામાં આવે છે.

2. શાસ્ત્રોના અનુસાર કહેવામાં આવ્યું છે કે જો કોઈને ગરોળીની જોડી કે સમાગમ કરી રહેલી ગરોળીની જોડી જોવા મળી જાય તો તે વાત તરફ ઈશારો કરે છે કે જલ્દી જ તમારી મુલાકાત કોઈ જુના મિત્રની સાથે થવાની છે.

3. જો ક્યારેય જમતી વખતે ગરોળીનો અવાજ સાંભળવા મળે તો તમને કોઈ શુભ સમાચાર કે શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે તેમ છે.

4. કહેવામાં આવે છે કે જો બે ગરોળીઓ ઝગડી રહેલી જોવા મળી જાય તો સમજી લો કે તમારો ઝગડો કોઈ નજીકના મિત્ર કે પ્રેમી સાથે થાવાનો છે.

5. આ સિવાય શાસ્ત્રોમાં શરીરના અંગો પર અચાનક ગરોળીના પડવાના ઘણા શુભ-અશુભ પ્રભાવ જણાવામાં આવ્યા છે જેમ કે પુરુષોના માથા પર કે જમણા હાથ પર તથા મહિલાઓના ડાબા હાથ પર ગરોળીનું પડવું શુભ અને સૌભાગ્ય દાયક માનવામાં આવ્યું છે.

6. જો કોઈ નોકરિયાત મહિલા કે પુરુષના શરીર પર ગરોળી જમણી બાજુથી ચઢીને ડાબી બાજુથી ઉતરી જાય છે તો તેઓને લાભ થઇ શકે છે અથવા તો પ્રમોશન પણ થઇ શકે છે.

7. જો કે શરીરીના ડાબા ભાગ પર ગરોળીનું પડવું મોટાભાગે અશુભ અસર જ આપે છે. તેના વાય જન્મ નક્ષત્ર, મૃત્યુ યોગ, ભદ્રા, વ્યતિપાત નક્ષત્ર, અષ્ટમ ચંદ્ર વગેરે સમય પર ગરોળીનું પડવું પણ દોષ માનવામાં આવ્યું છે. ગરોળી પડવાના શુભ અસર કે દોષને દૂર કરવા માટે તલ, સ્વર્ણ વગેરેનું દાન કરો, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો, અને પંચગવ્ય(ગાયના દૂધ,દહીં,ઘી,ગૌમૂત્ર અને છાણનું મિશ્રણ)નું સેવન તમને ફાયદો આપી શકે છે.