જેની છોકરીઓને સૌથી વધારે બીક લાગે છે એવી ગરોળી ડિઝાઇનની જવેલરી માર્કેટમાં આવતા જ લોકોએ કરી વિચિત્ર કોમેન્ટ, કિંમત છે ખુબ જ સસ્તી

હાલ જમાનો સોશિયલ મીડિયા અને ફેશનનો છે, આજના સમયમાં લોકો પોતાની ફેશન ટ્રેન્ડને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે અને ઘણી એવી ફેશન પણ સામે આવે છે જેને જોતા જ લોકોના હોશ પણ ઉડી જાય છે. ક્યારેક કેટલાક ફેશન ટ્રેન્ડ પણ હોય છે, જેને જોઈને લોકોને લાગે છે કે ભાઈ કોણ આવી વસ્તુઓ પહેરે છે અને શા માટે આવી જ્વેલરી ડિઝાઇન કરવામાં આવતી હશે.

હાલમાં સ્પેનિશ ફેશન બ્રાન્ડ ઝારાનો ગરોળી ડિઝાઇનનો નેકલેસ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. સુરતના એક સોશિયલ મીડિયા પ્રભાવકે આ વિશે ખૂબ જ રમુજી પ્રતિક્રિયા આપી છે, જેનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

સુરત સ્થિત સોશિયલ મીડિયા પ્રભાવક ગોપાલી તિવારીએ જ્યારે ઝારા સ્ટોરમાં ગરોળી-ડિઝાઈન કરેલા દાગીના જોયા ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. અહીં તેને ગરોળીથી પ્રેરિત ચોકર્સ અને બે હજાર રૂપિયા સુધીના આર્મબેન્ડ જોવા મળ્યા. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઝારાના આ વિચિત્ર કલેક્શનની ઝલક દર્શાવતી એક રીલ પોસ્ટ કરી છે. જેમાં તેણે એવી પ્રતિક્રિયા આપી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દાગીના જોતા ગોપાલી કહે, ‘આ કઈ છોકરીઓ હશે જે આ ગરોળી પહેરે છે.’

આ ક્લિપ પોસ્ટ કરવામાં આવી ત્યારથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. 26 એપ્રિલે અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 41 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયોમાં જ્વેલરીની વિચિત્ર ડિઝાઈન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘આ જ્વેલરી વાસ્તવમાં ખૂબ જ ડરામણી છે. મને આશ્ચર્ય થાય છે કે શું ઝારા જુરા બનવાના માર્ગ પર છે.’ આ ઉપરાંત, અન્ય એક યુઝર કહે છે કે, “મને ઝારાનું આ કલેક્શન પહેલીવાર પસંદ નથી આવ્યું.” સાથે જ ઘણા યુઝર્સે ફની રિએક્શન પણ આપ્યા છે. લોકોએ મિત્રોને ટેગ કરીને લખ્યું છે, હવે હું આ ફક્ત તમારા માટે જ ખરીદીશ. એકંદરે આ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ અંગે લોકો સતત તેમના પ્રતિભાવો નોંધાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gopali Tiwari (@gopali_)

જો તમે પણ આ અનોખા અને વિશ્વની બહારની જ્વેલરી અથવા એસેસરીઝ પહેરવાના શોખીન છો, તો ભાઈ ચોક્કસપણે તમારા કલેક્શનમાં ગરોળીથી પ્રેરિત આ વસ્તુઓનો સમાવેશ કરવાનું પસંદ કરશો. તમે ZARA ઈન્ડિયાની વેબસાઈટ પરથી લિઝાર્ડ આર્મબેન્ડ્સ અને લિઝાર્ડ ચોકર્સ ખરીદી શકો છો. અહીં લિઝાર્ડ આર્મબેન્ડની કિંમત 1,790 રૂપિયા છે. જ્યારે લિઝાર્ડ ચોકર્સની કિંમત 1,990 રૂપિયા હશે. હવે વિચારો કે આ વસ્તુઓ તમારા માટે લેવી કે ગિફ્ટ કરવી.

Niraj Patel