મનોરંજન

અક્ષય કુમારની હિરોઈન લિસાએ બાળકને દૂધ પીવડાવતી તસ્વીરોથી મચાવ્યો તહેલકો

કંગના રનૌતની ફિલ્મ ‘ક્વીન’થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી લિસા હેડન આ દિવસોમાં મધરહૂડનો આનંદ માણી રહી છે. ગર્ભાવસ્થાના સમયે તેના બેબી બમ્પને દેખાડ્યા પછી લિસાએ હવે તેના બાળક સાથે ફીડિંગ વીક મનાવ્યો હતો. મે મહિનામાં તેના પુત્ર જેકની માતા બન્યા પછી લિસા સોશિયલ મીડિયા પર તેના બાળક સાથે સમય પસાર કરતી જોવા મળી છે. તાજેતરમાં લિસાએ તેના બાળક સાથે પથારીમાં સૂતા અને તેને દૂધ પીવડાવતા ફોટા શેર કર્યા છે.

લિસા ઘણી વખત સોશિયલ મીડિયા પર તેના દીકરા જેકની તસવીરો શેર કરે છે. દીકરાના જન્મ પછી લિસાએ સ્તનપાન કરાવતી વખતે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતી વખતે લિસાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી કે કેવી રીતે ફીડિંગ કરાવતા તેના ફિગરને શેપમાં લાવામાં મદદ મળી.

લિસા તેના છોકરા જેકને દૂધ પીવડાવતી વખતે પોતાની તસવીર શેર કરતા તેણે લખ્યું, ‘મને ઘણી પોસ્ટમાં પૂછવામાં આવ્યું કે બાળકના જન્મ પછી મારા જીવનમાં શું બદલાવ આવ્યો છે. ખાસ કરીને વજન અને ફિટનેસ અંગે. આ ફીડિંગ વીકમાં હું થોડી ક્રેડિટતેને આપવા માંગીશ જે તેનો સાચો હકદાર છે. લિસા સમુદ્રના કિનારે બનેલ કોઈ કોટેજ વાળી બારીની બાઉંડ્રિ પર બેસીને છોકરાને દૂધ પીવડાવી રહી છે.

જન્મ આપ્યા પછી ફીડિંગે મને ફિગરમાં પાછું લાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફીડિંગ તમારા બાળક સાથે જોડાવાની અને તમારા બાળકને પોષણ આપવાની એક સુંદર રીત છે. મારા બ્લોગ mycityforkids.com પર સ્તનપાન વિશે વાંચો. હેપી ફીડિંગ વીક. તસવીરમાં લિસા એક ટ્રાન્સ્પરેન્ટ ગાઉનમાં ખુબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. લિસાએ તેના વાળને એક હાઈ બનની સ્ટાઈલમાં બાંધેલા છે કદાચ લિસા નથી ઇચ્છતી કે તેના બાળકને વાળથી મુશ્કેલી પડે.

આ તસવીર શેર કરતાની સાથે જ લિસા સેલિબ્રિટીઝની લિસ્ટમાં જોડાઈ ગઈ છે જેમણે ફીડિંગ વીકની ઉજવણી કરી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 25મોફીડિંગ વીક ઉજવવામાં આવી રહ્યો છે. જેનિફર ગાર્નરથી લઈને મિલા કુનિસ અને બેયોન્સ સુધી હોલીવુડની ઘણી સેલિબ્રિટી ફીડિંગ માટે પોતાનોસમર્થન વ્યક્ત કર્યો હતો. ભારતમાં પણ રવિના ટંડનથી લારા દત્તા સુધી તે ફીડિંગ ફાયદાઓની હિમાયત કરતી રહે છે.