હેલ્થ

જો આવી નિશાની જોવા મળે તો સમજો લીવરમાં કાંઇક પ્રોબ્લેમ છે, જરૂરી માહિતી અત્યારે જ વાંચો

શું તમે જાણો છો કે તમારું લીવર સરખી રીતે કામ કરે છે કે નહિ? શું તમારું લીવર ખરાબ તો નથી થઇ રહ્યું છે? આ વાતો પ્રત્યે આપણે સજાગ રહેવું જરૂરી છે કારણ કે જો આપણું લીવર સરખી રીતે કામ નથી કરી રહ્યું તો આપણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. લીવર કે કિડની સાથે જોડાયેલી બીમારીઓ વિશે જલ્દી જાણ નથી થતી. પરંતુ જો ધ્યાન આપો તો જયારે લીવર કે કિડનીમાં સમસ્યાઓ શરુ થાય છે ત્યારે શરીર આના સંકેત આપે છે. એટલે જ ડોકટરો કહે છે કે જો તમને શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે બદલાવ જોવા મળે તો તરત જ ડોકટરોનો સંપર્ક કરવો જોઈએ.

Image Source

કેટલીકવાર આપણી કેટલીક ભૂલોને લીધે, આપણું લીવર સુસ્ત થઈ જાય છે અને શરીરમાં રહેલી ગંદકી બહાર નીકળી શકતી નથી અથવા અમુક માત્રામાં જ નીકળી શકે છે. આ ગંદકી શરીરમાં એકઠી થતી રહે છે, જેના કારણે આપણા શરીરને અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે. તેનું સૌથી મોટું નુકસાન તો લીવરને જ થાય છે. લીવર આપણા શરીરનો સૌથી અગત્યનો ભાગ છે કારણ કે તબીબી વિજ્ઞાન મુજબ એકલું લીવર આપણા શરીરના કાર્યને લગતા 400થી વધુ કાર્યો કરે છે.

Image Source

શરીરમાં મહત્તમ કાર્ય માટે જવાબદાર લીવર હોય છે અને તે 24 કલાક તેનું કાર્ય કરતુ રહે છે. લીવર આપણા શરીરમાં ચરબીને પચાવવામાં મદદ કરે છે, શરીરના વિકાસ માટેના પોષક તત્વોને આપણા આહારથી અલગ કરે છે. આ સિવાય લીવર આપણા શરીરમાં રહેલી ગંદકી અને ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જ્યારે લીવર સુસ્ત પડી જવાના કારેન શરીરમાં ગંદકી ભેગી થવા લાગે છે ત્યારે આપણું શરીર તેના વિશે આપણને કેટલાક સંકેત આપે છે. આ સંકેતોને સમજીને, જો આપણે જલ્દીથી તેની સારવાર શરૂ કરીએ તો આ લીવરની સમસ્યા મટી જાય છે, નહીં તો સમસ્યા વધે છે. તેથી, ચાલો આજે આપણે જાણીએ કે શરીરમાં જયારે વધુ ગંદકી જમા થઇ જાય છે ત્યારે શરીર કયા સંકેતો આપી શકે છે.

લીવરની આસપાસ દુઃખાવો –

Image Source

લીવર પેટના ઉપરના ભાગમાં હોય છે અને જો તે ભાગમાં વારંવાર દુઃખાવો થતો રહેતો હોય તો આ લીવરની બીમારીના સંકેત છે. લિવરનું કામ હોય છે આપણા શરીરમાંથી ઝેર દૂર કરવાનું. પહેલાના સમયમાં સારું ખાનારા લોકો કે જે ખાન-પાનને લઈને થોડા સચેત રહેતા તેમના લિવરનું કામ સરળ રહેતું હતું, પણ ફાસ્ટ ફૂડ અને ડ્રિન્કિંગને કારણે લોકોના લીવરે ઓવર ટાઈમ કરવો પડે છે. જયારે પેટમાં હલકું-હલકું દુઃખવા લાગે ત્યારે આ સંકેત મળે છે કે લીવર ટોક્સિન હટાવવાના બદલે આવા ખાન-પાનનું આદિ થઇ ગયું છે અને ખાવાનું સરખી રીતે પછી નથી રહ્યું. આ આગળ જઈને લીવરમાં સોજો કે પછી લીવરમાં પાણી ભરાવાની સમસ્યાને નોતરું આપે છે.

Image Source

પગ અને એડી પર સોજો –
જો તમે લીવરની સમસ્યાને અવગણશો તો તે લીવર માટે જીવલેણ બની શકે છે. તેથી, લીવર આ સમસ્યાને જાતે ઠીક કરવાનો પ્રયાસ કરે છે અને નવા ટીશ્યુ બનાવે છે. વધારે ટીશ્યુ થઇ જવાને લીધે લીવરના કામમાં બાધાઓ આવવા લાગે છે અને તેના કારણે તમારું બ્લડ પ્રેશર વધી જાય છે. આને કારણે પગમાં એક ખાસ પ્રવાહી એકઠું થવાનું શરૂ થાય છે જેનાથી પગમાં સોજો આવે છે. સામાન્ય રીતે આ સોજામાં કોઈ દુઃખાવો થતો નથી.

Image Source

શરીરનું વજન વધે છે –
શરીરનું વજન વધવું એ પણ લીવરમાં ગંદકી જમા થયાના સંકેત પણ હોઈ શકે છે. આપણું લીવર આપણા શરીરની અંદર આવતી બધી ગંદકીને સંપૂર્ણપણે દૂર નથી કરી શકતું. જેમ કે આલ્કોહોલ, આર્ટિફિશિયલ સ્વીટનર, વધારે ચરબીયુક્ત આહાર, કેટલીક વિશેષ દવાઓ વગેરે. જ્યારે તમે આ પદાર્થોનું સેવન કરો છો, ત્યારે લીવર તેને પચાવી શકતું નથી અને શરીરની અશુદ્ધિઓ પણ દૂર કરી શકતું નથી. એવામાં લીવર ગંદકી અથવા ટોક્સિન્સને ફિલ્ટર કર્યા વિના ફેટ સેલ્સમાં જમા કરે છે અને કોઈ કારણ વિના તમારું વજન વધતું રહે છે.

Image Source

શરીરમાં ઇન્ફેક્શન અને એલર્જી –
જ્યારે લીવરની સુસ્તીને લીધે શરીરમાં વધુ ગંદકી એકઠી થાય છે, ત્યારે શરીરમાં એલર્જીના લક્ષણો પણ દેખાઈ શકે છે. જ્યારે આપણી શિરાઓમાં ઘણાં બધાં જુદાં જુદાં તત્વો એક સાથે આવે છે, ત્યારે આપણું મગજ શરીર માટેના પોષક તત્ત્વો અને એલર્જનમાં તફાવત નથી કરી શકતું અને કેટલાક કેમિકલ્સ છોડવાનું શરૂ કરે છે જેનાથી આ એલર્જન્સ ઘટાડી શકાય. આ જ કારણ છે કે ઘણી વખત એલર્જીના લક્ષણો આપણા શરીરમાં દેખાવા માંડે છે.

Image Source

થાક અને સુસ્તી –
થાક અને સુસ્તી પણ લીવરમાં હાજર ગંદકીને કારણે થઈ શકે છે. લીવર આપણા આહારને ડાયજેસ્ટ કરવા અને તેમનાથી પોષક તત્વોને અલગ પાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જો લીવર તેનું કાર્ય યોગ્ય રીતે નહીં કરે, તો પછી આપણને ખોરાકમાંથી પૂરતી ઉર્જા મળશે નહીં કે પૂરતું પોષણ મળશે નહીં, આ સ્થિતિમાં, શરીર થાકશે અને સુસ્ત પણ થશે જ ને!

Image Source

કમળાના લક્ષણ –
આંખો અને ત્વચા પર પીળાશના લક્ષણો કમળા તરફ ઈશારો કરે છે. કમળો કોઈ રોગ નહિ પણ શરીરમાં કેટલાંક વિશેષ કામોમાં ગડબડના સંકેત છે. આમાંની એક ગડબડ લીવરના કારણે પણ થાય છે. જ્યારે લીવર વધુ માત્રામાં માત્રામાં બિલીરૂબિન નામના તત્વને કાઢવાનું શરૂ કરે છે, ત્યારે કમળોના લક્ષણો શરીરમાં દેખાવાનું શરૂ થાય છે. બિલીરૂબિન એ એક તત્વ છે જે લીવરની અંદર મૃત લાલ રક્તકણોના ભંગાણ દ્વારા રચાય છે. તેનો રંગ પીળો હોય છે, તેથી શરીર પીળું પડી જાય છે. લીવર ખરાબ હોવાની સ્થિતિમાં પેશાબનો રંગ બદલાઈ જાય છે. જ્યારે આવું થાય છે, પેશાબનો રંગ ઘાટો થાય છે.

આ સિવાય ખંજવાળ આવવી, ભૂખ ન લગાવી, પેટમાં ગેસ બનાવો, છાતીમાં બળતરા, તાવ ન હોવા પર પણ મોઢાનો સ્વાદ ખરાબ થઇ જવો કે મોઢામાંથી ગંદી વાસ આવાનું શરુ થવું એ પણ લીવર ખરાબ હોવાના સંકેતો જ છે. આમાંથી કોઈ પણ પ્રકારની સમસ્યા તમને તમારા શરીરમાં જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.