ઈંગ્લેન્ડની નોકરીને ઠોકર મારીને પોરબંદરના બેરણ ગામમાં પત્ની હવે ભેંસ દોહે છે અને હાલ ખેતરમાં કામ કરે છે

ઈંગ્લેન્ડમાં વૈભવી જિંદગી જીવતા આ ગુજરાતી કપલની ઍર હોસ્ટેસ કોર્સ કરતી પત્ની હાલ ગામડે ભેંસ દોહે છે, સિટીનો મોહ રાખતી યુવતીઓ આ સ્ટોરી જરૂર વાંચે

આજના એકવીસમી સદીના જમાનામાં લોકોને વિદેશ ફરવા જવાનો અને સ્થાયી થવાનો વધારે મોહ હોય છે. ત્યારે પોરબંદરના બેરણ ગામનું આ દંપતી વિદેશમાં વસવાટ કરતું હોવા છતા તે હાઈ- ફાઈ સુવિધાવાળું વૈભવી લાઈફ છોડીને પોતાના ગામડામાં સ્થાયી થયું છે.

આપણા દેશના મોટેભાગના યુવાનોનું સપનું હોય કે તેઓ સારી નોકરી કરીને આરામથી જીવન વિતાવે, કે તેમને વિદેશ જવાનો મોકો મળે અને ત્યાં સ્થાયી થઇ જાય, લાખોની નોકરી હોય, આરામનું જીવન હોય, આવી તક તો કોણ છોડે? આવી વાતના વિચારોથી પણ કોઈ પણ ખુશ થઇ જાય તો આવી તક તો કઈ રીતે જતી કરી શકે?

ત્યારે વિદેશમાં સ્થાયી થઇ ચૂકેલા આ યુવા દંપતીએ પોતાનું વિદેશનું એશો-આરામવાળું જીવન છોડીને પોતાના વતન આવીને વસી જવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, વતન આવીને શહેરમાં રહીને કોઈ નોકરી કરવાને બદલે પોતાના બાપ-દાદાનો પારંપરિક વ્યવસાય અપનાવવાનું નક્કી કર્યું. અને ગામમાં આવીને તેમને કઠણ જીવનમાં પણ સફળતાની ઇમારત ચણી છે.

તેમનું કહેવું છે કે ત્યાંની દોડધામવાળી જીવન જીવવી તેના કરતા કુદરતી વાતાવરણમાં અને આપનો ભારતીય સાદો ખોરાક ખાઈને ગામડાંમાં જીવન જીવવું વધુ સારૂ છે. આ કપલ ગામડામાં ગાય અને ભેંસોનું ચોખ્ખું દૂધ , ઘી તેમજ તાજા શાકભાજી અને ફળો ખાઈને શાંતિનું જીવન જીવે છે.

પોરબંદરના બેરણ ગામડામાં મમ્મી પાસે રહેતા ખેતીવાડી અને પશુપાલન કરતા રામદેવભાઈ ખુંટી અને તેમના વાઈફ ભારતીબેન બંને પહેલા બ્રિટનમાં સારી નોકરી કરતા હતા. આ કપલ 2010માં ઈંગ્લેન્ડ ગયું હતું. જ્યાં રામદેવભાઈ ઈન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટમાં જોડાયા હતા. તેમના પત્ની લંડન ઍરપોર્ટમાં બ્રિટીશ ઍરવેઝમાં ઍર હોસ્ટેસનો કોર્ષ કર્યો હતો.

રામદેવભાઈના પિતાની ઉંમર વધુ હોવાથી અને માતા પિતાની સેવા થાય એ હેતુથી વિદેશથી લાખો રૂપિયાની નોકરી છોડીને તેઓ વર્ષ 2018માં વતન પરત ફર્યા હતા. પછી અહીંયા ભારત આવીને ખેતીકામ કરવા લાગ્યા હતા. ભારતીબેન ખેતીકામથી અજાણ હોવા છતાં તેમણે બધુ કામ થોડા સમયમાં શીખી લીધું અને હવે 6 ભેંસોને બે ટાઈમ દોહવે છે.

રસોઈથી લઈને ખેતીકામ અને નવરાશના સમયમાં ઘોડે સવારી કરીને તેમનો શોખ પણ પૂરો કરે છે. આ યુવા દંપતી છે રામદે ખુંટી અને તેમની પત્ની ભારતી ખુંટી, જે ઘણા લાંબા સમયથી લંડનમાં રહેતા હતા. ત્યાં તેઓ એનું જીવન સુખ-સહાયબી ભરેલું હતું. પરંતુ હવે પતિ-પત્ની પોતાના નાના દીકરાને લઈને લંડન છોડીને ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલા પોતાના ગામડે પરત આવી ગયા છે.

અહીં ગામમાં રહીને રામદે અને ભારતી ખેતી અને પશુપાલન કરે છે.રામદે ખુંટી વર્ષ 2006માં કામ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા, 2 વર્ષ ત્યાં કામ કર્યા પછી ભારત આવ્યા અને અહીં ભારતી સાથે લગ્ન કરી લીધા. લગ્ન સમયે ભારતી રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરી રહી હતી.

ભારતી પોતાનો અભ્યાસ પૂરો કરીને વર્ષ 2010માં આપતી પાસે લંડન જતી રહી. લંડનમાં ભારતીએ ઇન્ટરનેશનલ ટૂરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટની ડિગ્રી લીધી. આ પછી ભારતીએ બ્રિટિશ એરવેઝના હિથ્રો એરપોર્ટથી હેલ્થ અને સેફ્ટિનો કોર્સ પણ કર્યો અને પછી ત્યાં જ નોકરી પણ કરવા લાગી.

જો કે ભારતીને શરૂઆતમાં તફલીફઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તેને પહેલા ક્યારેય ખેતીકામ કર્યું ન હતું. પરંતુ સતત મહેનતને પરિણામે હવે ભારતી ખેતી સાથે પશુપાલનનું કામ પણ જાતે જ સંભાળે છે. હવે ભારતી ભેંસોને પણ જાતે જ દોવે છે અને બીજા અન્ય કામો પણ જાતે જ કરે છે. તેને જોઈને તમને જરા પણ અંદાજો ન આવે કે આ પહેલા લંડનમાં રહી ચુકી છે.

રામદે કહે છે કે તેઓ ખેતી માટે આધુનિક રીતો અપનાવી રહયા છે અને જૈવિક ખેતી કરી રહયા છે. નિયમિત આવક માટે તેઓએ ગાય-ભેંસના પાલનનો ધંધો પણ શરુ કરી દીધો છે, જેની જવાબદારી ભારતી ઉઠાવી રહી છે. તેઓ આ રીતે ગામમાં એક સારું જીવન વિતાવી રહયા છે અને તેમને જરા પણ અફસોસ નથી કે તેઓ લંડન છોડીને વતન આવીને ખેતી કરી રહયા છે. સૌથી મોટી ખુશીને વાત તો એ છે કે તેઓ હવે પરિવાર સાથે છે.

રામદે કહે છે કે અહીં આવીને તેમને શીખ્યું છે કે ગામમાં રહીને પણ એક વ્યક્તિ શાનદાર જીવન જીવી શકે છે. ભારત કહે છે કે એવા તો ઘણા કિસ્સા છે કે વિદેશ જઈને બાળકો પોતાના માતાપિતાને ભૂલી જાય છે, ત્યારે લંડનથી અહીં સ્થાયી થઈને તેઓ કુદરતને ખોળે ઉછરી રહયા છે. આ એ વાતની સાક્ષી પૂરે છે કે સાચું સુખ પરિવાર સાથે છે.

આજે મોટા ભાગના એવા મા-બાપ છે જેઓના સંતાનો ફોરેનમાં સેટલ કરવાના મોહમાં તેમજ પૈસા કમાવવાની લાયમાં એક વખત પોતાના વતનથી ગયા બાદ ત્યાની જીવનશૈલીમાં પોતાના પરિવારને જ વિસરી ગયા છે તેવા આપણે ત્યા અનેક કિસ્સાઓ છે. બ્રિટનથી અહી સ્થાયી થયેલા આ દપંતીએ જો ઈચ્છયું હોત તો તેઓ ચોક્કસ હજુ પણ ત્યા રહી શક્યા હોત.પરંતુ તેઓએ પોતાના માં-બાપ પરિવાર સાથે જ તેઓની સાચી ખુશી છે તેવુ સમજીને આજે જે રીતે કુદરતના ખોળે જીવન જીવી રહ્યા છે તે તે વાતની સાબિત થાય છે કે,સાચુ સુખ માત્ર પૈસા નથી પરંતુ મા-બાપ અને પરિવાર સાથે રહીને જે કિમંતી સમય પસાર કરીને પણ આપણે સારી રીતે આપણુ જીવન જીવી શકીએ છીએ.

YC