આર્યને આખી રાત સ્કોર્પિયોમાં ગોંધી રાખી,બચકાં ભર્યાં, દુષ્કર્મ કર્યું; સવારે કપડાં કાઢેલી હાલતમાં… ધ્રુજાવનારો કિસ્સો
Mehsana News : ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે, કેટલીકવાર આવા કિસ્સામાં આરોપીઓ દ્વારા ક્રૂરતાની કે બેશરમીની તમામ હદો વટાવી દેવામાં આવે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી લિવ ઇન રિલેશનના પણ એવા એવા ચકચારી ભરેલા કિસ્સા સામે આવે છે કે આપણે પણ ચોંકી ઉઠીએ. આજ-કાલ લિવ ઇન રિલેશનશિપનું મહત્ત્વ ઘણુ વધી રહ્યું છે અને યુવક-યુવતી એકબીજાને સમજવા, ઓળખવા અને જાણવા માટે લગ્ન પહેલાં જ લિવ ઈનમાં રહેવા ઈચ્છે છે પણ તેનું પરિણામ કેટલીકવાર ઘણુ ખરાબ પણ આવી શકે છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
લગભગ 6 મહિના પહેલાં કડીમાં એક યુવતી સાથે યુવકે મૈત્રીકરાર કરી લિવ ઇનમાં રહેવાનું નક્કી કર્યું અને આ મૈત્રિકરાર સમાજની અને પરિવારની સમજૂતીથી થયો હતો. બંને પરિવારની મંજૂરીથી એકબીજાને મળતાં અને એકબીજાના ઘરે પ્રસંગ હોય તો જતા પણ ખરી. પણ 23 જૂનના રોજ યુવતીને પહેલાં યુવક બહાર નાસ્તા માટે લઈ ગયો અને પછી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી તેને છેલ્લે અર્ધનગ્ન હાલતમાં રોડ પર ફેંકી દીધી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કડીના આર્યને છ મહિના પહેલાં એક યુવતી સાથે મૈત્રીકરાર કર્યો હતો અને આ મૈત્રિકરાર સમાજની અને પરિવારની સમજૂતીથી થયો હતો. આર્યનની ઉંમર 20 વર્ષ અને યુવતીની 23 વર્ષ હતી એટલે આર્યનની ઉંમર લગ્ન માટે નાની પડતી હોવાથી તેમણે લિવ ઇનમાં રહેવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તો બંને વચ્ચે બધુ જ સારુ ચાલ્યુ પણ થોડા દિવસો પહેલા આર્યન સામે કડી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયો અને આની જાણ વિરમગામની યુવતીને થઈ,
જે બાદ તેણે આ મામલે તેના પરિવારજનોને પણ જાણ કરી અને કહ્યુ કે મારે આર્યન સાથે કોઈ જ સંબંધો હવે નથી રાખવા. તે બાદ યુવતીએ ફોન કરીને આર્યનને જણાવ્યુ કે હવેથી તારે અને મારે કંઈ જ સબંધ નહીં. આ વાત આર્યનને સહન ન થતા અને કોઈપણ હાલતમાં યુવતી સાથે જ રહેવું હોવાથી તે 23 જૂન રાત્રે ગાડી લઈને યુવતીના ઘરની બહાર પહોંચ્યો અને યુવતીને ફોન કરીને બહાર બોલાવી. આ દરમિયાન તેણે કહ્યું કે, મારે તને છેલ્લીવાર મળવું છે અને તારી સાથે વાત કરવી છે. તે પછી હું તને મળીશ પણ નહીં.
જો કે, યુવતીએ કહ્યું કે, મારે તારી સાથે કોઈ જ વાતચીત કરવી નથી. તો આર્યને કહ્યું કે, તું મને છેલ્લીવાર મળવા માટે બહાર આવ પછી તારી જોડે કોઈ જ જાતનો સંબંધ નહીં રાખું. ત્યારે આર્યનના આવુ કહ્યા બાદ યુવતીએ મળવા માટે હા પાડી. પણ યુવતિને ક્યાં ખબર હતી કે આર્યન તમામ હદ વટાવી દેશે. આર્યન કાળા કાચવાળી સ્કોર્પિયો લઈને યુવતીને તેમાં બેસાડી લઇ ગયો અને યુવતીએ આર્યનને કહ્યું કે, મારે તારી જોડે કોઈ જ સંબંધ રાખવો નથી. આર્યને સામે કહ્યું, છેલ્લી વાર મળવા માટે આવ્યો છું પછી કોઈ જ સંબંધ તારી સાથે રાખીશ નહીં અને તને નાસ્તો કરાવીને તારા ઘરે મૂકી જાવ છું.
પણ આર્યને યુવતિને ફોસલાવી અને ગાડી લોક કરી દીધી. જો કે, યુવતિએ વચ્ચે નાસ્તા માટે ગાડી ઊભી રાખવાની કહી પણ આર્યને ગાડી ઊભી ન રાખી અને તેને શંકા જતા તે આર્યનને ગાડી ઊભી રાખી ઘરે જવા માટે કહેવા લાગી. યુવતિ આજીજી કરતી રહી પણ આર્યન તો એકનો બે ન થયો અને મોડી રાત્રે કડીની સી.એન. કોલેજના મેદાનમાં ગાડી ઊભી રાખી આર્યને કહ્યુ- તારે મારી જોડે જ સંબંધ રાખવો પડશે. જો કે, આ દરમિયાન આર્યન ઉશ્કેરાઇ ગયો અને તેણે મારઝૂડ પણ કરી અને બળજબરીથી ગાડીની વચ્ચેની સીટ પર લઈ જઈ કપડાં કાઢી યુવતિની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો.
આ ઉપરાંત તેણે ડાબા હાથે બાવડા પર બચકું પણ ભર્યુ અને નખ પણ માર્યા. તે બાદ આર્યને કહ્યુ- તારે મારા સિવાય કોઈ સાથે સંબંધ રાખવાનો નથી. તું મારી સાથે નહીં બોલે તો તને આખા સમાજમાં બદનામ કરી નાખીશ. આટલું જ નહિ આર્યને યુવતીના માથાના વાળ કાપી નાખ્યા અને યુવતીને આખી રાત ગાડીમાં જ ગોંધી રાખી. પછી 24 જૂને સવારે લગભગ સાતેક વાગ્યા આસપાસ આર્યને ગાડી કાઢી અને કોઈ કોમ્પલેક્ષ બાજુ લઈ ગયો અને પોલીસ ફરિયાદ ન કરવા અને કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.
તે પછી આઠ-સાડા આઠ વાગ્યાના અરસામાં કડી-દેત્રોજ રોડ પર બલાસર ફાટક નજીક હનુમાનજી મંદિરની સામેના રોડની સાઈડમાં આર્યને ગાડી ઊભી રાખી અને યુવતીને પગ ખેંચીને ઢસેડી રોડની સાઈડમાં અર્ધનગ્ન હાલતમાં ફેંકી દીધી અને તેના ઉપરનાં કપડાં તેના પર ફેંકી આર્યન ત્યાંથી ગાડી લઈ દેત્રોજ જતા રોડ તરફ ફરાર થઈ ગયો. જો કે, યુવતિએ આ મામલે પોલિસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતા, હવે આરોપી પોલિસના સકંજામાં છે. આરોપી આર્યન પહેલા પણ 307ના ગુનામાં જેલ જઇ ચૂક્યો છે.