એક છોકરાના બાપ સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી આ યુવતી, હવે ઘરમાંથી સંદિગ્ધ હાલતમાં સળેલી મળી લાશ, શ્રદ્ધા જેવો વધુ એક હત્યાકાંડ

Live in couple Girlfriend Murder :ગુજરાત સમેત દેશ અને દુનિયામાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. જેમાં ઘણીવાર એવી એવી હત્યાઓના મામલાઓ સામે આવે છે કે તેને લઈને આખા દેશમાં ચકચારી પણ મચી જતી હોય છે. ઘણી હત્યાઓ અંગત અદાવતમાં તો ઘણી પ્રેમ પ્રસંગોના કારણે પણ થઇ જતી હોય છે. છેલ્લા થોડા સમયમાં જ લિવ ઈન પાર્ટનરની હત્યાના પણ ઘણા મામલાઓ સામે આવ્યા છે. શ્રદ્ધા હત્યાકાંડ તો બધાને યાદ જ હશે. ત્યારે હવે વધુ એક આવી જ હત્યાનો મામલો સામે આવ્યો છે.

લિવ ઈનમાં રહેતી હતી મહિલા :

12 નવેમ્બર 2023 ના રોજ, અંજુ દોરજી નામની 26 વર્ષીય મહિલાનું વહતીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પોલીસ તપાસમાં આ હત્યાનો મામલો હોવાનું બહાર આવ્યું છે. હવે આ કેસમાં પોલીસે 19 નવેમ્બર, 2023 રવિવારના રોજ મણિ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. મણિ ખાન જે પરિણીત હતો અને તેએક બાળકનો પિતા પણ હતો, તે લાંબા સમયથી મૃતક અંજુ દોરાજી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો ગુવાહાટીના સિક્સ માઈલ વિસ્તારનો છે.

ઘરમાંથી મળી લાશ :

જ્યાં મૂળ બોકાજણની અંજુ દોરાજી નામની મહિલા ભાડાના ફ્લેટમાં રહેતી હતી. અંજુના ફ્લેટની બહાર લાંબા સમય સુધી તાળું લટકતું રહ્યું. 12 નવેમ્બરે જ્યારે ઘરની અંદરથી દુર્ગંધ આવી ત્યારે નજીકના લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે ફ્લેટ બહારથી ખોલ્યો તો અંદર અંજુની લાશ પડી હતી. અંજુની હત્યા થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ હત્યા મૃતદેહ મળ્યાના 2-3 દિવસ પહેલા થઈ હતી. ત્યારબાદ પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે પાર્ટનરની કરી ધરપકડ :

તપાસ દરમિયાન પોલીસને મણિ ખાન વિશે જાણવા મળ્યું, જે મૂળ બરપેટા જિલ્લાનો રહેવાસી છે. મણિ ખાન લાંબા સમયથી મૃતક સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો. ઘટનાના દિવસથી મની ખાનનો ફોન સ્વીચ ઓફ હતો. ત્યારપછી તે ફ્લેટ પર પણ પાછો ફર્યો નહોતો. પોલીસે ફ્લેટ અને તેની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. બાદમાં અન્ય પુરાવા એકત્ર કર્યા બાદ મણિ ખાનની દિસપુરથી ધરપકડ કરવામાં આવી હતી. અંજુ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેલો મણિ ખાન પહેલેથી જ પરિણીત છે.

Niraj Patel