હોટલમાં જમનારા અમદાવાદીઓના સ્વાસ્થ્ય સાથે થઇ રહ્યા છે ચેડા, હવે ડ્રાઈવ ઈન રોડની આ મોટી રેસ્ટોરન્ટના ખાવામાં પણ નીકળી જીવતી જીવાત

હે ભગવાન આ શું થઇ રહ્યું છે ? અમદાવાદમાં આટ આટલી ઘટનાઓ સામે આવવા છતાં પણ રેસ્ટોરન્ટ વાળા કેમ ડરતા નથી ? વધુ એક રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાનો વીડિયો થયો વાયરલ

live cockroach came out of the masala papad : હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને મોટાભાગના લોકો બહાર જમવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા થોડા જ સમયમાં ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા જોવા મળતા હોય તેમ લાગતું હોય છે. ઘણી બધી રેસ્ટોરન્ટના ફૂડમાં જીવાત આવવી કે વેજ ફૂડમાં નોન વેજ આવવાની ઘટનાઓ પણ બની છે. ત્યારે દિવાળીના તહેવારોમાં જ અમદાવાદના ડ્રાઈવ ઈન રેસ્ટોરન્ટના ફૂડમાં જીવતી જીવાત નીકળવાની ઘટનાઓએ હોબાળો મચાવ્યો હતો.

મસાલા પાપડમાં નીકળ્યો જીવતો વંદો :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પર આવેલ કબીર રેસ્ટોરન્ટમાં જમવા માટે આવેલા એક ગ્રાહકે મસાલા પાપડ મંગાવ્યો હતો. જેની અંદરથી જીવતો વંદો નીકળતા જ હોબાળો મચી ગયો હતો. રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારીના બદલે ગ્રાહકે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડ્યમ પોસ્ટ કરતા જ તે વાયરલ પણ થઇ ગયો હતો. ત્યારે જમવાની શરૂઆત કરતા પહેલા જ હોટલની આવી બેદરકારી જોતા જ ગ્રાહક જમ્યા વિના જ પાછા ચાલ્યા ગયા હતા.

એક પછી એક સામે આવી રહી છે ઘટનાઓ :

ત્યારે એક પછી એક સામે આવી રહેલી ઘટનાઓ અમદાવાદીઓન સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા વ્યક્ત કરનારી બની છે. છેલ્લા થોડા જ દિવસોમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઈસ પીઝા રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી હતી, આ ઉપરાંત ઘી ગુડ નામની રેસ્ટોરન્ટમાં સિંગના દાણામાંથી પણ ઈયળો નીકળવાની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

લોકોના સ્વાથ્ય સાથે થઇ રહ્યા છે ચેડાં :

ત્યારે આવા રેસ્ટોરન્ટ વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ખાણીપીણીની વસ્તુઓ ઉપરાંત બોપલની એક ડ્રાયફ્રુટ શોપમાંથી ગ્રાહકે ખરીદેલા કાજૂમાં પણ ઈયળો નીકળવાની ઘટના સામે આવી હતી. ત્યારે તહેવારોના સમયે જ એક પછી એક સામે આવતી આવી ઘટનાઓને લઈને હવે લોકોમાં પણ ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

Niraj Patel