અજબગજબ

મહિલા LIVE રિપોર્ટિંગ કરતી હતી અને અચાનક યુવકે KISS કરી લીધી અને પછી જે થયું એ બાપ રે

તમે પણ ઘણીવાર લાઈવ રિપોર્ટિંગ જોઈ હશે. એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક લાઈવ રિપોર્ટિંગનો વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા રિપોર્ટર રિપોર્ટિંગ કરતી દેખાઈ રહી છે, આ દરમિયાન જ એક વ્યક્તિ આવે છે અને કેમેરાની સામે જ આ મહિલા રિપોર્ટરને કિસ કરી દે છે.

Image Source

ઘણા લોકો યુવકના આવા વ્યવહાર પર સવાલો ઉભા કરી રહ્યા છે. વિડીયો અમેરિકાનો જણાવામાં આવી રહ્યો છે. કેંટુકી ફેસ્ટિવલની ગતિવિધિઓ પર આ વીડિયોમાં લુઈસવિલે ટીવીની રિપોર્ટર ‘સારા રીવેસ્ટ’ રિપોર્ટિંગ કરતી જોવામાં આવી રહી છે.

Image Source

આ દરમિયાન લાઈવ કેમેરો હતો. રસ્તાની એક બાજુએ સારા ઉભેલી હતી અને તે પોતાની બાઈટ ન્યુઝ ચેનલ સુધી પહોંચાડી રહી હતી તે દરમિયાન જ એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને લાઈવ કેમરાની સામે જ સારાને કિસ કરી લીધી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે આ વ્યક્તિ ઘણા સમય પહેલાથી ત્યાં આસ-પાસ ફરી રહ્યો છે.

Image Source

અજાણ વ્યક્તિની આવી હરકત પર સારા થોડી ગભરાઈ ગઈ હતી છતાં પણ તેણે પુરી ન્યુઝ સ્માઈલની સાથે હસતા-હસતા કેમેરાની સામે આપી હતી. એવામાં સોશિયલ મડિયા પર ઘણા લોકોએ આ વ્યક્તિની હરકતને એકદમ અયોગ્ય જણાવી છે.

Image Source

જણાવી દઈએ કે તેના પછી આ યુવક પર હૈરેસમેન્ટનો આરોપ પણ લાગી ચુક્યો છે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જો કે તેની પહેલા પણ ઘણીવાર લાઈવ શોના દરમિયાન ઘણી મહિલાઓને આવી જ રીતે હેરાન કરવામાં આવી ચુકી છે.

Image Source

જણાવી દઈએ કે વર્ષ 2018 માં રુસમાં ફૂટબોલનો વિશ્વકપ રમવામાં આવ્યો હતો, તે સમયે 30 થી વધારે મહિલા રિપોર્ટરની સાથે લોકોએ આવો જ ખરાબ વ્યવહાર કર્યો હતો, જેના પછી પોલીસને પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

જુઓ સારા રીવેસ્ટનો લાઈવ રીપોર્ટિંગના સમયનો વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.