ખબર

LIVE: આકાશ અંબાણીના લગ્નમાં પત્ની સાથે પહોંચ્યા બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, જુઓ તસ્વીરો

બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી આજે શ્લોકા મહેતા સાથે સાત ફેરા લેશે. લગ્નની બધી જ વિધિઓ મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ સેન્ટરમાં થઇ રહી છે. આ પ્રસંગે અંબાણીના નિવાસ એન્ટિલિયાને શાહી મહેલની જેમ સજાવવામાં આવ્યું છે. લગ્નને ભવ્ય બનાવવામાં મુકેશ અંબાણીએ કોઈ કસર બાકી નથી રાખી. 3 દિવસ ચાલનારા આ સમારોહમાં ન ફક્ત દેશ પણ દુનિયાભરના પ્રસિદ્ધ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અંબાણી પરિવારના દીકરાના લગ્નમાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર પણ પહોંચ્યા. ટોની સાથે તેમની પત્ની ચેરી બ્લેયર પણ આ સમારોહમાં હાજરી આપવા પહોંચી.

મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી આજના દિવસે લગ્નના બંધનમાં બાંધાવા જઈ રહ્યા છે. આકાશ અંબાણી પોતાની બાળપણની મિત્ર શ્લોકા મેહતા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. શ્લોકા અને આકાશ ના લગ્ન જીઓ વર્લ્ડ સેન્ટરમાં થાશે. આ ભવ્ય લગ્ન માટે અંબાણી હાઉસ એન્ટેલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, જેની તસ્વીરો સામે આવી છે.
ફેમસ ફોટોગ્રાફર વિરલ ભયાનીએ એન્ટેલિયાની અંદર અને બહારના સજાવટની અમુક તસ્વીરો અને વિડીયો સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. આ શાહી લગ્ન માટે ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ફૂલોના ઘોડાઓ પણ બનાવવામાં આવ્યા છે જે ખુબ જ સુંદર લાગી રહ્યા છે. ઘોડાઓ સફેદ, લાલ અને ગુલાબી રંગના ફૂલોથી શણગારવામાં આવ્યા છે જેને જોતા લાગે છે કે જાણે કે તે અસલી જ છે.
ઘોડાના સિવાય હાથીઓને પણ ફૂલોથી બનાવવામાં આવ્યા છે. આ તસ્વીરોમાં તમને લીલા અને ગુલાબી રંગના ફૂલોથી શણગારેલો એક મોટો હાથી અને સફેદ ફૂલોથી શણગારેલો એક નાનો હાથી જોવા મળશે. આ તસ્વીરોના સિવાય ઘરના આંગળાની સાજ-સજાવટની તસ્વીરો પણ સામે આવી છે. આંગણાને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ સિવાય એક અન્ય તસ્વીરમાં ડેકોરેશન સફેદ અને પર્પલ કલરના ફૂલોનો ઉપીયોગ કરવામાં આવ્યો છે. આ તસ્વીરોના સિવાય એક વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો એન્ટેલિયાના બહારના ભાગનો છે. આ વીડિયોમાં તમને એન્ટેલિયાનું ડેકોરેશન કરનારા લોકો જોવા મળશે. જણાવી દઈએ કે આકાશ અંબાણી બપોરના 3.30 વાગે જિયો સેન્ટર જાન લઈને આવશે. જેના પછી લગ્નના રિવાજો શરૂ કરવામાં આવશે.લગ્નનો પુરો સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. 11 માર્ચના રોજ અંબાણી પરિવારના તરફથી એક ગ્રાન્ડ રીશેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં બૉલીવુડ, પોલિટિક્સ, ખેલ જગત અને બિઝનેસ જગતના ઘણા દિગ્ગ્જ લોકો હાજરી આપવાના છે. 8 માર્ચન રોજ અંબાણી પરિવારે સંગીત સમારોહનું આયોજન કર્યુ હતું.
જેમાં ‘ગર્લ્સ લાઈક યુ બેન્ડ’ અને ‘મરૂન-5’ એ પરફોર્મ કર્યુ હતું. લગ્નના વેન્યુની અમુક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇલર થઇ રહી છે. જાંબલી રંગની આ થીમમાં ચારે બાજુ ફૂલો અને લાઇટ્સથી ડેકોરેશન કરવામાં આવ્યું છે.
જુઓ એન્ટેલિયાનો વિડીયો…

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks