આ નાની એવી બાળકી બની રિપોર્ટર, ખરાબ રસ્તાનું એવું સુંદર વર્ણન કર્યું કે વાયરલ થઇ ગયો વીડિયો, જીતી લીધા લોકોના દિલ

આપણા દેશની અંદર અને આપણી આસપાસ પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં રોડ રસ્તાની હાલત ખુબ જ ખરાબ હોય છે. પરંતુ તંત્ર દ્વારા પણ તેનું નિરાકરણ નથી કરવામાં આવતું અને સામાન્ય જનતા તેનાથી પરેશાન પણ થતી હોય છે. સોશિયલ મીડિયામાં આવી સમસ્યાઓને લઈને ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે.

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોએ સૌનું દિલ જીતી લીધું છે, જેમાં એક નાની બાળકી રિપોર્ટિંગ કરતી નજર આવી રહી છે અને તેની આસપાસના વિસ્તારની હાલતનું ખુબ જ સુંદર રીતે વર્ણન કરે છે. બાળકીનો આ વીડિયો જોઈને ઘણા લોકો તેના રિપોર્ટિંગથી પ્રભાવિત પણ થઇ ગયા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો કાશ્મીરનો છે. જેમાં એક બાળકી માઈક સાથે રિપોર્ટિંગ કરતી જોવા મળે છે. તેનો અવાજ, સમાચાર કહેવાની રીત અને ઉત્સાહ દેખાઈ આવે છે. બાળકી ઉત્સાહ સાથે રિપોર્ટિંગ કરતા ખરાબ હાલત વાળો રસ્તો બતાવે છે, તે કહી રહી છે કે કેટલી ગંદકી છે રોડ ઉપર.

બાળકી રોડની બંને તરફ રહેલી ગંદકીને પણ બતાવે છે. જેના બાદ તે થોડી વધારે પાછળ જાય છે અને પછી એક અનુભવી એન્કરની જેમ જણાવે છે કે કોઈ રીતે વરસાદના કારણે રસ્તો ખરાબ થઇ ગયો. રસ્તો એટલો ખરાબ છે કે કોઈ મહેમાન પણ અહીંયા ના આવે. તે ખુબ જ આરામથી પોતાના વિસ્તારની મોટાભાગની સમસ્યાનું વર્ણન કરી રહી છે. તે કીચડ વચ્ચે જઈને પણ રિપોર્ટિંગ કરે છે.

હવે સોશિયલ મીડિયા ઉપર આ બાળકીનો વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં જે અંદાજમાં બાળકી રિપોર્ટિંગ કરે છે અને વચ્ચે વચ્ચે ડાયલોગ મારે છે તે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને લોકો મોટી સંખ્યામાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. મોટાભાગના લોકો બાળકીના રિપોર્ટિંગની પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel