આ નાની ફૂલ જેવી દીકરીના સંસ્કાર તો જુઓ…. પોલીસકર્મીને જોઈને સલામ કરવા લાગી, સામે પોલીસકર્મીએ પણ કર્યું એવું કે… વીડિયો દિલ જીતી લેશે

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ આ નાની ઢીંગલી, નાની ઉંમરમાં જ દીકરીના સંસ્કાર અને દેશભક્તિ જોઈને કાયલ થયા યુઝર્સ, જુઓ વીડિયો

આજે મોટાભાગના લોકોનો સમય જયારે સોશિયલ મીડિયામાં પસાર થાય છે ત્યારે સ્ક્રોલ કરતા કરતા ક્યારેક આપણી નજર કેટલાક એવા વીડિયો પર પણ અટકી જતી હોય છે જે આપણું દિલ જીતી લે છે.  ઘણી ઘટનાઓ આપણને ભાવુક કરી દે છે તો ઘણી ઘટનાઓ આપણા હૈયાને પણ હચમચાવી દેતી હોય છે. ઇન્ટરનેટ પર નાના બાળકોના વીડિયો જોવાનું લોકો પસંદ કરે છે.

ત્યારે હાલ પોલીસકર્મીને સલામ કરતી એક નાની છોકરીનો હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયા મળી રહી છે. આ વીડિયો કેરળ પોલીસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં એક માસુમ બાળકી પોલીસકર્મીની પાસે જાય છે અને પોલીસ ઓફિસરને સલામ કરે છે.

વીડિયોની શરૂઆત પોલીસ વેનની પાછળ ઉભેલી એક નાની છોકરીથી થાય છે. તે પોલીસની કારની આસપાસ ફરે છે અને પોલીસકર્મી પાસે પહોંચે છે અને તેને જોતા જ તે તરત જ સલામ કરે છે અને આ જોઈને યુનિફોર્મમાં તૈનાત પોલીસકર્મી જે કોઈની સાથે વાત કરતો જોવા મળે છે, તે પણ પાછળ ફરીને નાની છોકરીને સલામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Kerala Police (@kerala_police)

નાની બાળકીની આ માસુમિયત અને સંસ્કાર પર સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે અને તે ઓનલાઈન દિલ જીતી રહી છે. નાની બાળકીની માતાએ કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે, મારી બેબી ગર્લ નેહા કુટ્ટી છે. તે પૂર્વા કોસ્ટલ પોલીસ સ્ટેશનની સામે સર્કલ ઇન્સ્પેક્ટર બીજુ સરને સલામ કરી રહી છે. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે, “પોલીસમાં ઘણા સારા અધિકારીઓ છે, તે સાચું છે.”

Niraj Patel