બાપ્પા પ્રત્યેનો પ્રેમ તો જુઓ ! આ નાની ફૂલ જેવી દીકરી બાપ્પાની વિદાય સમયે તેમને ભેટીને રડતી રહી, વીડિયો તમારુંય આંખો પણ છલકાવી દેશે

દેશભરમાં ગઈકાલે ધામધૂમથી બાપ્પાને વિદાય આપવામાં આવી. ઠેર ઠેર શાહી સવારી નીકળી અને વાજતે ગાજતે બાપ્પાને વિદાય કર્યા. ત્યારે આ દરમિયાન બાપ્પાની વિદાયના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા, જેમાં બાપ્પા પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળ્યો. ઘણા લોકો બાપ્પાની વિદાયથી ભાવુક થઇ ગયા તો ઘણા લોકોની આંખોમાં આંસુઓ આવી ગયા, ત્યારે હાલ એક નાની બાળકીનો વીડિયો સામે આવ્યો છે જે બાપ્પાના વિદાય સમયે બાપ્પાની પ્રતિમા પકડીને રડતા જોવા મળી રહી છે.

આ ઈમોશનલ વીડિયો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. મહેશ શર્માના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શૅર કરવામાં આવ્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘એક બાળકીનો હૃદયસ્પર્શી વીડિયો…’મારા ગણપતિ બાપ્પાને ન લઈ જાઓ’. વીડિયોમાં એક નાની માસૂમ બાળકી જોવા મળી રહી છે, જે ગણપતિ બાપ્પાને ના લઇ જવા દેવા ઉપર અડગ છે.

આ બાળકી બાપ્પાને જવા દેતી નથી. તેની માતા તેને સમજાવી રહી છે કે ગણપતિ બાપ્પાને જવા દો, તેના પિતા તેને લેવા આવ્યા છે, પરંતુ છોકરી બાપ્પાને જવા દેતી નથી અને બાપ્પાની પ્રતિમાને ગળે લગાવીને બેઠી છે. આ બાળકી રડતા રડતા જ બાપ્પાની પ્રતિમાને વધુ જોરથી પકડી લે છે. જેના બાદ થોડીવારમાં આ બાળકી બાપ્પાના ખોળામાં બેસે છે અને તેને મજબૂત રીતે પકડી રાખે છે જેથી કોઈ તેને લઈ ન જાય.

માસૂમ બાળકી 10 દિવસમાં બાપ્પાને એટલો પ્રેમ કરી ગઈ કે વિસર્જનના દિવસે પણ તે તેમને જવા દેતી નથી. આ વિડિયો જોયા પછી ‘ઓ માય ફ્રેન્ડ ગણેશા’નું ગીત ‘ઓ માય ફ્રેન્ડ ગણેશા, તુ રેહના સાથ હંમેશા’ યાદ આવી જાય. આ બાળકીને જોઈને એવું લાગે છે કે તે ગણેશને પોતાના મિત્ર તરીકે રાખવા માંગે છે. વીડિયોમાં બાળકીએ રડતા રડતા તેની માતાને બાપ્પાને ન લેવા વિનંતી કરી છે. આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી જશે.

Niraj Patel