ખબર

બાળકીનો જીવ બચાવવા માટે જવાને કર્યું ખુબ જ સાહસ ભરેલું કામ, વાયરલ વીડિયોને જોઈને લોકોએ પણ દિલથી કરી સલામ

સોશિયલ મીડિયામાં ઘણી ઘટનાઓના વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર સેનાના જવાનો કોઈને રેસ્ક્યુ કરીને બચાવતા હોય છે ત્યારે હાલ એક નાની બાળકીને બચાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી રમતા રમતા મેટ્રો સ્ટેશનની ગ્રીલ પર ગઈ, પરંતુ પછી તે ફસાઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી.

તે જ સમયે, બાળકીનો અવાજ સાંભળીને, એક CISF જવાન તરત જ તેને બચાવવા માટે ગ્રીલ પર ચઢી ગયો. બાળકીને બચાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક IAS અધિકારીએ પણ ક્લિપ શેર કરી છે. તેણે જવાનના વખાણ કરતા કેપ્શનમાં ‘હીરો’ લખ્યું. સોશિયલ મીડિયા પર યુઝર્સ જવાનના વખાણ કરી રહ્યા છે.

આ ઘટના દિલ્હીના નિર્માણ વિહાર મેટ્રો સ્ટેશન પર બની હતી. જ્યાં એક છોકરી રમતા રમતા એક ઈમારતની રેલિંગ પર પહોંચી જાય છે. જો કે સવાલ એ પણ થાય છે કે છોકરી આટલી નાની જગ્યા પર કેવી રીતે પહોંચી? તમે વીડિયોમાં જોઈ શકો છો કે, બાળકી જ્યાં ફસાઈ હતી ત્યાંથી બહાર કાઢવા માટે CISF જવાનને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

બાળકીનો પરિવાર મેટ્રો સ્ટેશનની નીચે રહેતો હોવાનું કહેવાય છે. જેવી સીઆઈએસએફને છોકરીની ગ્રીલમાં ફસાયેલી હોવાની માહિતી મળી કે તરત જ તેમનો એક જવાન ઘટનાસ્થળે પહોંચી ગયો અને પોતાની બુદ્ધિ ચલાવીને બાળકીને સુરક્ષિત બહાર કાઢી. બાળકીને બચાવતી વખતે, દર્શકોએ તેનો એક વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

બાળકીને બચાવવાનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો IAS અવનીશ શરણ દ્વારા પણ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 1 મિનિટ 15 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે CISF જવાન સાવધાનીથી તે જગ્યાએ પહોંચે છે જ્યાં આ બાળકી ફસાયેલી છે. સદભાગ્યે, તે કોઈ પણ મુશ્કેલી વિના છોકરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યો.