નાની બાળકીએ જીત્યા દિલ, CRPFના જવાનોને નાના નાના પગલે ચાલીને આપ્યો તિરંગો, વીડિયો જીતી રહ્યો છે લાખો લોકોના દિલ, જુઓ

આ નાના બાળકની દેશભક્તિ જોઈને CRPFના જવાન પણ સ્તબ્ધ થી ગયા, કર્યું એવું કામ કે જોઈને તમે પણ કરશો સલામ, જુઓ વીડિયો

આજે આઝાદીની 75મી વર્ષગાંઠના દિવસે આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાયો છે, વળી આ વર્ષે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લગભગ દરેક ઘર ઉપર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે, તો સાથે જ ઘણાં લોકો અલગ અલગ રીતે પણ દેશભક્તિ બતાવી રહ્યા છે. ઇન્ટરનેટ ઉપર ઘણા બધા એવા વીડિયો પણ સામે આવ્યા છે જેણે દિલ જીતી લીધા છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક નાની બાળકી CRPFના જવાનોને તિરંગો આપતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ નાની બાળકીનો વીડિયો દરેકના દિલને સ્પર્શી રહ્યો છે, જેમાં બાળકી CRPF જવાનને તિરંગો આપતી જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં એક નાની બાળકી હાથમાં તિરંગો પકડેલી જોવા મળે છે, જે વીડિયોમાં CRPF જવાનોને આગળ જતી જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળકી પોતાના નાના નાના પગથી ચાલીને એક જવાનને તિરંગો આપે છે. જેના બાદ તે સૈનિકોને સલામી આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વીડિયોને 4 હજાર જેટલા લોકોએ લાઈક કર્યો છે. જે યુઝર્સે વીડિયો જોયો છે તે બાળકીના વખાણ કરતા થાકતા નથી જ્યારે તેના પર એકથી વધુ રિએક્શન પણ આપી રહ્યા છે. ઘણા લોકો આ નાની બાળકીની દેશભક્તિના પણ વખાણ કર્યા છે.

Niraj Patel