કૌશલ બારડ પ્રસિદ્ધ પ્રેરણાત્મક લેખકની કલમે

ભારતના મહિને કરોડો કમાતા યુ-ટ્યુબર, આલિશાન રીતે જીવે છે જીંદગી! જાણો કોણ છે લિસ્ટમાં

એક વાત ધીમેધીમે સાચી સાબિત થઈ રહી છે, કે હવેની પેઢીઓ માટે ફિલ્મી સ્ક્રીનના પડદા કરતા યુ-ટ્યુબનું પેજ વધારે મહત્ત્વ રાખવાનું છે! યુ-ટ્યુબ આજે એક વિશાળકાય ઇન્ડસ્ટ્રીનું રૂપ ધારણ કરીને બેઠી છે એમ કહેવું અયોગ્ય નથી. જે જોવું હોય તે મળે અને તમે ખુદ પણ આસાનીથી પોતાનામાં કંઈક આવડત હોય તો વીડિઓ બનાવી મૂકી શકો એ વાત યુ-ટ્યુબને સૌથી વધારે લોકપ્રિય બનાવે છે.

અહીં આપણે વાત કરવી છે ભારતના કેટલાક એવા યુ-ટ્યુબર્સની, કે જેઓના મૂકાતા વીડિઓ પર આજે લાખો નહી, કરોડો વ્યુઅર્સ મળે છે. દુનિયાભરમાંથી અને ભારતના તો ખૂણેખૂણામાંથી એમના વીડિઓ જોવામાં આવે છે. પરિણામે સ્વાભાવિક રીતે તેમને યુ-ટ્યુબ પર વીડિઓ મૂકીને થતી કમાણી પર લાખો-કરોડોમાં હોવાની! ચાલો જાણી લઈએ અહીં એક લિસ્ટમાં કે કોણ છે ભારતના ટોપ યુ-ટ્યુબર્સ:

(1) ગૌરવ ચૌધરી —

Image Source

‘ટેક્નિકલ ગુરૂજી’ અને ‘ગૌરવ ચૌધરી’ નામે બે યુ-ટ્યુબ ચેનલ ચલાવનાર આ મૂળે હરિયાણાનો ગૌરવ ચૌધરી આજે તો ભારતમાં ટેક્નિકલ સ્ટાર બની ગયો છે. તેમની યુ-ટ્યુબ ચેનલ પર તે આધુનિક ટેક્નોલોજી રિલેટેડ ગેઝેટ જેવાં કે નવો લોન્ચ થતો મોબાઇલ, મોબાઇલ સબંધી અન્ય એસેસરિઝ, લેપટોપ-કમ્પ્યુટર અને આવી તો ઘણીબધી ટેક્નોલોજી રિલેટેડ માહિતી નિયમિત રીતે પોતાની ચેનલ પર મૂકે છે. તેમના વીડિયોને લોકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે. તેમના દરરોજ મૂકાતા વીડિઓના વ્યુઅર્સ પણ લાખોમાં હોય છે. મૂળે હરિયાણાનો ગૌરવ ચૌધરી આજે દુબઈમાં નોકરી કરે છે અને સમય મળતા યુ-ટ્યુબ પર વીડિઓ બનાવીને મૂકે છે, જેને પરિણામે યુ-ટ્યુબ તેમને સાઇડ બિઝનેસ તરીકે લાખોની કમાણી કરી આપે છે.

(2) Make Joke Of —

Image Source

આ યુ-ટ્યુબ ચેનલ કોઇ વ્યક્તિના નામે નથી. આ ચેનલ પર કાર્ટૂન એનિમેશનમાં હસીહસીને લોટપોટ થઈ જાઓ એવા કોમેડી વીડિઓ અપલોડ કરવામાં આવે છે. તમે જોશો તો તમને પણ આશ્વર્ય થશે, કે આટલા ઉચ્ચા દરજ્જાની કોમેડી યુ-ટ્યુબ પર પણ કોઈ આપી રહ્યું છે. ઇન્ટરવ્યૂ, કોર્ટરૂમનો માહોલ, આઇપીએલના ગલીઓમાં થતી ચર્ચા, વિચિત્ર મહેમાનો વગેરે ટોપિક ઉપર બનતા આ વીડિયો રમૂજની બહાર લઈ આવે છે. ઉલ્લેખનીય છે, કે આ ચેનલ પર ક્યારેક અપલોડ થતા વીડિઓના વ્યુઅર્સ થોડા જ સમયમાં કરોડોને વટાવી જાય છે. કોઈ પણ જાતની અશ્લીલતા વગરની કોમેડીને લીધે લોકો તેને ખૂબ વખાણે પણ છે.

(3) સંદિપ માહેશ્વરી —

Image Source

યુ-ટ્યુબ પરના મોટિવેશનલ સ્પીકર તરીકે સંદિપ માહેશ્વરીનું નામ આજે કોઈ માટે અજાણ્યું હોય એવું ના બને! પોતાની સારી એવી વાક્છટાથી શ્રોતાઓમાં પોઝીટીવિટીનો બૂસ્ટર ડોઝ આપનાર સંદિપ માહેશ્વરી આજની યુવાપેઢીમાં ખાસ્સા લોકપ્રિય છે. તેમની વાતો યુવાઓને જીવનમાં કંઈક કરી બતાવવાની પ્રેરણા આપે છે. આશ્વર્યની વાત છે, કે સંદિપ માહેશ્વરીની ચેનલ પર સબસ્ક્રાઇબરની સંખ્યા જ કરોડોમાં છે અને છતાં તેઓ આ વીડિઓમાં એડ નથી મૂકતા, મતલબ કે તેમના માટે યુ-ટ્યુબ કમાણીનું સાધન નથી.

(4) વિવેક બિન્દ્રા —

Image Source

ડો.વિવેક બિન્દ્રા પણ સંદિપ માહેશ્વરીની જેમ એક સારા વક્તા તરીકે ઓળખ ધરાવે છે. મૂળ તો તેઓ બિઝનેસ કોચ તરીકે લોકોને બિઝનેસ માટેની ટ્રેનિંગ આપે છે. યુ-ટ્યુબ ચેનલ શરૂ કર્યા બાદ તેમના વીડિઓ જોનારાની સંખ્યાઓમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. કોઈ કંપનીની કેસ સ્ટડી, ઇતિહાસમાંથી લેવાતા મહારાણા પ્રતાપ સહિતના વીરપુરુષોના ઉદાહરણો ઉપરથી તેઓના બનાવાતા વીડિઓ કરોડો વ્યુઅર્સના આંકડાઓ આંબી લે છે.

(5) નિશા મધુલિકા —

Image Source

નિશા મધુલિકા પોતાની રસોઈ સાથે સંકળાયેલી યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે. વિવિધ રેસિપીઓના તે પ્રયોગ કરે છે અને લોકોને જણાવતા રહે છે. તેમના કિચનમાં બનતી વિવિધ વાનગીઓ યુ-ટ્યુબ મારફતે દેશભરના રસોડે ફેલાય છે. તેમની યુ-ટ્યુબ ચેનલ કદાચ ભારતની સૌથી પ્રખ્યાત કૂકિંગ રિલેટેડ ચેનલ હશે.

(6) અજય નાગર —

Image Source

થોડા સમય પહેલા ટાઇમ મેગેઝિને ‘આવતી પેઢીના લીડર્સ – ૨૦૧૯’ની યાદી બહાર પાડેલી, તેમાં ૧૦ લોકોનાં નામ હતાં. હરિયાણાનો અજય નાગર તેમાંનો એક છે! યુ-ટ્યુબ પર તે ‘કેરીમિનાતી’ નામે ચેનલો ચલાવે છે. ગેમિંગ અને કોમેડી ઉપરાંત વિવિધ વિષયો પર વીડીઓ બનાવનાર અજય હોલિવૂડની પ્રખ્યાત વ્યક્તિઓ જેવી કે ટોમ કૂક સહિતના ઇન્ટરવ્યૂ પણ લઈ ચૂક્યો છે. તેમની હાલ ઉંમર તો લગભગ ૧૯ વર્ષ જેટલી છે.

(7) ભુવન બામ —

Image Source

‘BB Ki Vines’ નામે યુ-ટ્યુબ ચેનલ ચલાવનાર ભુવન બામની ખ્યાતિ આજે યુ-ટ્યુબ કોમેડીયન તરીકે લાખો લોકોમાં પ્રસરી ગઈ છે. યુ-ટ્યુબ પર તેના વીડિઓની કમાણી કરોડોમાં હોવાની. તેમના વીડિઓમાં ખાસ વાત એ છે, કે તે પોતે જ અલગ-અલગ પાંચેક જેટલા કેરેક્ટર પ્લે કરે છે.

[લગભગ આમાંના દરેકને તમે યુ-ટ્યુબ પર જોયેલા જ હશે. આજે ઘણા લોકો પોતાનું મુખ્ય કાર્ય છોડીને યુ-ટ્યુબ પર લાઇક બનાવવાનાં ફોગ સપનાંઓ જૂએ છે તેમને ખ્યાલ પણ હોવો જોઈએ કે આના માટે તમારામાં કંઈક ઉત્તમ આવડત હોવી જરૂરી છે. ઉપર જે વ્યક્તિઓનાં નામ આપ્યાં છે તેઓ એમનેમ સ્ટાર નથી બન્યા. અને એવી કોઈ વિશિષ્ટ આવડત ના હોય તો બહેતર છે કે તમારો ધંધો પહેલા કરો. કેમ કે, યુ-ટ્યુબ એટલું પણ નથી આપતું કે તમારું ઘર ચાલી શકે! યુ-ટ્યુબની કમાણી બહુ બધા ફેક્ટ પર આધાર રાખે છે. માટે બહેતર છે કે તમારામાં કોઈ વિશિષ્ટ આવડત હોય તો પણ પહેલા તમારા જે-તે કામને જ પ્રાથમિકતા આપો.]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks