ખબર

સરકારે ઝોન પ્રમાણે જિલ્લાઓની યાદી બહાર પાડી, છૂટછાટ મળશે કે નહી એ ઝોન પ્રમાણે નક્કી થવાની શક્યતા

તારીખ પ્રમાણે તો ભારતમાં ૩ મેના રોજ બીજું લોકડાઉન સમાપ્ત થઈ રહ્યું છે. પરંતુ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધવામાં છે. આવામાં સરકાર દ્વારા પૂર્ણ છૂટછાટ આપવામાં આવે એવી શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે. દેશમાં વાસ્તવિક સ્થિતી એવી છે, કે અમુક વિસ્તારોમાં, શહેરોમાં કે જિલ્લાઓમાં કોરોનાના વધારે પડતા કેસો છે તો અમુક જિલ્લા-વિસ્તારોમાં નહિવત્ માત્રામાં કેસની સંખ્યા છે અથવા જે કેસ હતા એ રિકવર થઈ ગયા છે. આવા વિસ્તારોમાં સરકાર દ્વારા અમુક છૂટછાટ આપવામાં આવી શકે એવી શક્યતા છે.

Image Source

કેન્દ્ર સરકારે હાલ એક એડ્વાઇઝરી બહાર પાડી છે, જેમાં દેશનાં દરેક રાજ્યના જિલ્લાઓને કોરોનાની સ્થિતી પ્રમાણે રેડ ઝોન(Red Zone), ઓરેન્જ ઝોન(Orange Zone) અને ગ્રીન ઝોન(Green Zone)માં વહેંચવામાં આવ્યા છે. ગુજરાતમાં ૯ જિલ્લા રેડ ઝોનમાં છે, ૫ જિલ્લા ગ્રીન ઝોનમાં છે જ્યારે ૧૯ જિલ્લા ઓરેન્જ ઝોનમાં છે. અહીઁ ત્રણેય ઝોનનો જિલ્લાનાં નામ સાથે પરિચય આપ્યો છે.

રેડ ઝોનમાં આ ૯ જિલ્લા:
રેડ ઝોન અર્થાત્ એવા વિસ્તારો કે જ્યાં કોરોના વાઇરસનાં સંક્રમણની સ્થિતી ગંભીર છે અને કેસોની સંખ્યા વધારે પડતી છે. આવા વિસ્તારોમાં છૂટછાટની શક્યતા નહિવત્ છે. પ્રતિબંધો વધારે કડક બને એ પણ શક્ય છે. ગુજરાતના આ ૯ જિલ્લા રેડ ઝોનમાં છે : અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, આણંદ, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને ગાંધીનગર. અમદાવાદમાં ૩૦૨૬ કેસો છે, સુરતમાં ૬૧૪ અને વડોદરામાં ૨૮૯.

Image Source

ગ્રીન ઝોનમાં આ પાંચ જિલ્લા:
ગ્રીન ઝોનમાં કોરોનાનાં સંક્રમણનો ખતરો પ્રમાણમાં ઓછો છે કે કેસની સંખ્યા નથી. અહીં છૂટછાટ ઓરેન્જ ઝોન કરતા વધારે આપવામાં આવી શકે એવી શક્યતાઓ છે. કેન્દ્ર સરકારની એડ્વાઇઝરી મુજબ ગુજરાતમાં અમરેલી, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં આવે છે.

ઓરેન્જ ઝોનમાં ૧૯ જિલ્લા:
રેડ ઝોન અને ગ્રીન ઝોનની વચ્ચે ઓરેન્જ ઝોન આવે છે. અહીઁ અમુકઅંશે છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. ગુજરાતના ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લાઓ આ પ્રમાણે છે : ભરૂચ, રાજકોટ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર-સોમનાથ, ડાંગ, તાપી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર.

Image Source

વડાપ્રધાને થોડા દિવસ અગાઉ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિઓ-કોન્ફરન્સ કરી હતી. બાદમાં કેન્દ્રની કોરોના ટીમ અને આરોગ્ય ટીમ દ્વારા રાજ્યોના આરોગ્ય સચિવ અને આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યોની પરિસ્થિતીનો ચિતાર મેળવ્યો હતો. એ પછી આ એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.