મનોરંજન

આ હીરોઈનની દીકરીઓ ક્યુટનેસના મામલામાં તૈમુરને પણ પછાડી દીધો – જુઓ 14 સુંદર તસ્વીરો

બૉલીવુડ અભિનેત્રી લિસા રેએ તેની જુડવા પુત્રીઓ સોલેલ અને સૂફીની ખુબ જ સુંદર તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે.એક્ટ્રેસ લિસા રેએ ભારતીય ફિલ્મો સિવાય કનાડા, યુરોપ અને અમેરિકાની ફિલ્મોમાં પણ કામ કરેલું છે.આ તસ્વીરોમાં ટ્વીન્સ પુત્રીઓ લાલ સાડીમાં બહુજ સુંદર દેખાઈ છે. જણાવી દઈએ કે લિસા અને તેના પતિ જેસન દેહની 2018માં સરોગસીથી માતા પિતા બન્યા હતા. લિસા રેની પુત્રીઓની તસ્વીર લોકોને ઘણી જ પસંદ આવી છે. લિસા રે તેની પુત્રીઓને લાલ કલરની કાંજીવરમ સાડી પહેરેલી ફોટો શેર કરી હતી. નવ મહિનાની ઢીંગલીઓના સાડી પહેરેલી તસવીરો જોતા તમે રોકી નહીં શકો. નોંધનીય છે કે 47 વર્ષીય લિસા રેએ 2001માં બોલીવુડમાં ‘કસૂર’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.

વધુમાં લીધે રે લખ્યું હતું કે,આ સાડી આકાંક્ષાએ કોલકાતાથી મોકલાવી હતી. જેને તે નાની બહેન માને છે.

લિસા રેને ગલસૂઆ નામનો રોગ થયો હોવાથી તેની પુત્રીઓને અડવાની સખ્ત મનાઈ હતી. તે દરમિયાન જુડવા દીકરીઓની  સંભાળ દીપિકા અગ્રવાલ કરતી હતી.જેને પણ નવ મહિનાની પુત્રીઓને સાડી પહેરાવી તે બહુજ સુંદર લાગી રહી હતી.ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા લિસા રેએ લખ્યું હતું કે,આ બીજી વાત છે કે ઘર પર હોવા છતાં છોકરાઓ બીજા સાથે હોય છે. અને મને જવાની સખત મનાઈ છે. ત્યારે દીપિકા છોકરીઓને સાડી અને બીજા અવનવા કપડા પહેરાવતી હોય છે.

આની પહેલા પણ લિસા રે એથેનિક વેરમાં જુડવા પુત્રીઓની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. લિસા રેએ પોસ્ટ કરી હતીકે, “સરસ્વતી પૂજા માટે આજે પૈસા, કલમ,અને કિતાબની વચ્ચે એક વિકલ્પ આપવામાં આવ્યો હતો, સુફીને બહુજ શાંતિપૂર્ણ રીતે કલમ પકડી હતી. તો સોઇલે એક કિતાબ લઈને સૌને ચોંકાવી દીધા હતા.વધુમાં લખ્યું હતું કે,કોઈ જ ફર્ક નથી પડતો કે કયો માર્ગ પસંદ કરવો, પરંતુ હું પ્રાર્થના કરું છું કે મારી દીકરીઓની જિંદગી પ્યાર અને રોશનીથી ભરાઈ જાય.”

સોશિયલ મીડિયામાં લિસાની પુત્રીઓની તસવીરો લોકોને ખુબ જ પસંદ આવી છે.ફક્ત ફેન્સ જ નહિ પરંતુ ફિલન ઇન્ડસ્ટ્રીના સીતારાએ પણ કોમેન્ટનો વરસાદ વરસાવ્યો હતો.

મશહૂર સ્ટાઇલિસ્ટ શ્રોફ અદનાઝીયાએ પોસ્ટ પર કમેન્ટ કરી હતી કે,”આટલા ક્યૂટ મેં ક્યારે પણ નથી જોયા, હું તેમાંથી બાહર નથી નીકળી શકતો”

ફિલ્મ મેકર તનુજા ચન્દ્રાએ લખ્યું હતું કે, બહુજ સુંદર”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.