ત્રીજી વાર માં બનવાની છે એ દિલ હૈ મુશ્કિલની અભિનેત્રી લીજા હેડન, ચાર વર્ષ પહેલા બિઝનેસમેન સાથે કર્યા હતા લગ્ન

અક્ષય કુમારની આ બોલ્ડ અભિનેત્રી ત્રીજી વાર મમ્મી બનશે, જુઓ તસવીરો

બોલીવુડમાં આગળના વર્ષે અને નવા વર્ષની શરૂઆતમાં ઘણી જોડીઓ માતા-પિતા બની છે તો ઘણી જોડીઓ લગ્નગ્રંથિથી જોડાઈ છે. આ વચ્ચે બોલીવુડની જાણીતી અભિનેત્રી લીજા હેડને પણ ખુશખબર સંભળાવ્યા છે, પહેલાથી જ બે બાળકોની માં લીજા ત્રીજી વાર માં બનવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)


34 વર્ષની લીજાએ સોશિયલ મીડિયા દ્વારા વીડિયો શેર કરીને ત્રીજી વાર ગર્ભવતી હોવાની ઘોષણા કરી છે અને જણાવ્યું છે કે તે પોતાના પતિ ડિનો લાલવાની સાથે ત્રીજા બાળકના સ્વાગત માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)


વીડિયોમાં લીજા આરામના મૂડમાં દેખાઈ રહી છે એને કહી રહી છે કે આળસને લીધે તે પોતાની ગર્ભાવસ્થાની જાણકારી ચાહકોને આપી શકી ન હતી. તે કેમેરાને પોતાના દીકરા જૈકની તરફ લાવે છે કહે છે કે જૈકી શું તું લોકોને જણાવી શકે છે કે મમ્મીના પેટમાં શું છે” જવાબમાં જૈકે કહ્યું કે,”બેબી સિસ્ટર”.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

જેને લીધે માનવામાં આવી રહ્યું છે કે લીજાનું આવનારું ત્રીજું બાળક એક દીકરી હશે. વીડિયોની સાથે લિજાએ,”#3 જૂનમાં આવી રહ્યો છે” જેવું કૈપ્શન પણ આપ્યું છે. લિજાએ વર્ષ 2016માં બિઝનેસમેન ડીનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા અને 2017માં મોટો દીકરો જૈક અને 2020 માં નાનો દીકરો લિયોનો જન્મ થયો હતો અને હવે લીજા ત્રીજા બાળકનો જન્મ આવનારા જૂન મહિનામાં આપી શકે તેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

લિજાએ ફિલ્મ આયેશા દ્વાર બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.જેના પછી તેણે હાઉસફુલ-3, દ શૌકિન્સ, રાસ્કલ્સ, ક્વીન, એ દિલ હૈ મુશ્કિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલ લીજા ફિલ્મોથી દૂર હોંગકોંગમાં પતિ અને પરિવાર સાથે સાથે છે.

જુઓ લિજાએ શેર કરેલો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

Krishna Patel