મનોરંજન

અક્ષય કુમારની અભિનેત્રીએ લીઝા હેડને શેર કરી બેબી બંપ સાથેની તસવીર, લખ્યુ દિલચસ્પ કેપ્શન

ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર તમામ બોલિવુડ સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચાહકોને શુભકામનાઓ આપી છે. આ દિવસે કરીના કપૂર ખાને પણ તેની બીજા દીકરાની પહેલી ઝલક ચાહક સાથે શેર કરી હતી. તેમજ વિરાટ કોહલીએ પણ પત્ની અનુષ્કા અને દીકરી વામિકાની તસવીર શેર કરી હતી.

Image Source

બોલિવુડ અભિનેત્રી અને સુપર મોડલ લીઝા હેડન ત્રીજા બાળકને જન્મ આપવા જઇ રહી છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડેના ખાસ અવસર પર તેણે બેબી બંપ ફ્લોન્ટ કરતા ખૂબ જ સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેણે ખાસ કેપ્શન પણ શેર કર્યુ હતું.

Image Source

લીઝાએ જે તસવીર શેર કરી છે તેમાં તે ઓરેન્જ બિકિની ટોપ અને બ્લુ જીન્સમાં જોવા મળી રહી છે. તે બંબી બંપ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. લીઝાની આ તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

આ તસવીર શેર કરતા તેણે લખ્યુ છે કે, હું મારી સૌથી નાની મહિલા સાથે… આ કેપ્શન બાદ સોશિયલ મીડિયા પર યુઝર કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે, શું આ વખતે તમને બેબી ગર્લ જોઇએ છે.

Image Source

લીઝાએ જે રીતે તેના કેપ્શનમાં તેના દિલની ઇચ્છા વ્યક્ત કરી છે તેને જોઇને એવું કહેવું ખોટુ ન હોઇ શકે કે તેઓ આ વખતે દીકરીને જન્મ આપી શકે છે.

Image Source

લીઝાએ 8 ફેબ્રુઆરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી ચાહકો સાથે ખુશખબરી શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યુ હતુ કે, તે ત્રીજીવાર માતા બનવા જઇ રહ્યા છે.

Image Source

તમને જણાવી દઇએ કે, લીઝાએ વર્ષ 2016માં ડીનો લલવાની સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2017માં તેમણે પહેલા દીકરા જેકને જન્મ આપ્યો હતો અને ત્યાર બાદ 2020માં તેના બીજા દીકરા લિયોને જન્મ આપ્યો હતો.