બોલીવુડની હોટ અભિનેત્રી અને મૉડલ લીઝા હેડન બીજી વાર માં બની ગઈ છે. લીઝાએ ક્યૂટ દીકરાને જન્મ આપ્યો છે. બીજી વાર માં બનવાની ખુશી લિઝાએ સોશીયલ મીડિયા પર દીકરાની તસ્વીર શેર કરીને વ્યક્ત કરી હતી. આ સિવાય દીકરાના નામનો ખુલાસો પણ કર્યો હતો.
લીઝાએ પોતાના નવજાત દીકરાનું નામ લિયો (Leo) રાખ્યું છે. આ લિઝાનો બીજો દીકરો છે, તેના પહેલા દીકરાનું નામ જૈક છે. લિઝાએ સોશિયલ મીડિયા પર પોતાના બંન્ને દીકરા જૈક અને લિયોની ખુબ જ સુંદર તસ્વીર શેર કરી હતી. તસ્વીરમાં બંન્ને બાળકોએ એકબીજાનો હાથ પકડી રાખેલો છે.
તસ્વીર શેર કરતા લીઝાએ લખ્યું કે,”આ નાના એવા આશીર્વાદે મારા હૃદયને સ્પર્શી લીધું છે અને આવું પહેલા ક્યારેય નથી થયું. જે પ્રેમથી હું તમને બંન્નેને જોઈ રહી છું, મારી પાસે કંઈ કહેવા માટે શબ્દો પણ નથી અને વિશ્વાસ જ નથી થઇ રહ્યો કે હું તમારા બંન્નેની માં છું. લિયો અને જૈક તમે મારા વેલેંટાઈન. કાલે આપણા મુલાકાતની 5 મી વર્ષગાંઠ હતી જ્યારે આપણે મળ્યા હતા, 13 ગાફેબ્રુઆરી શુક્રવાનો દિવસ જેના પછીથી જીવન હંમેશાને માટે બદલાઈ ગયું. મારી સાથે પરિવાર બનાવવા માટે મારા પતિનો ખુબ ખુબ આભાર.”
લીઝાએ વર્ષ 2016 ના ઓક્ટોબરના મહિનામાં બ્રિટિશ બીઝનેસમેન ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. જેના પછી 17 મૈં 2017 ના રોજ તેણે પહેલા દીકરા જૈકને જન્મ આપ્યો હતો. બીજીવાર ગર્ભવતી થવાની જાણકારી લીઝાએ સોશિયલ મીડિયા પર બેબી બંમ્પ સાથે તસ્વીર શેર કરીને આપી હતી.
તસ્વીરોમાં લીઝા પતિ અને દીકરા જૈક સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે, તસ્વીરમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લીઝા અભિનેત્રીની હોવાની સાથે સાથે એક જાણીતી મૉડલ પણ છે.
જણાવી દઈએ કે ગર્ભાવસ્થાના સમયે પણ લિઝાએ લેકમે ફેશન વીકમાં ડિઝાઈનર આમિર અગ્રવાલ માટે રેમ્પ વૉક પણ કર્યું હતું જેમાં તે શો સ્ટોપર રહી હતી. તેના રેમ્પ વૉકની તસ્વીરો ખુબ વાયરલ પણ થઇ હતી.
કારકિર્દીની વાત કરીયે તો લીઝાએ વર્ષ 2010 માં આવેલી ફિલ્મ ‘આયશા’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. તેના સિવાય તે રાસ્કલસ, કવિન, હાઉસફુલ-3, એ દિલ હૈ મુશ્કિલ, સંતા બંતા પ્રાઇવેટ લિમિટેડ, દ શૌકિન્સ વગેરે જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. લગ્ન પછી લીઝાએ ફિલ્મી દુનિયાથી અંતર બનાવી લીધું હતું અને પોતાના પતિ અને પરિવારમાં વ્યસ્ત રહેવા લાગી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ