બૉલીવુડ એક્ટ્રેસ અને ટોપ મોડેલ લીઝા હેડન બીજી વાર માતા બનવા જઈ રહી છે. લીઝા હેડન આજકાલ પ્રેગનેન્સીનો આનંદ માણી રહી છે.
View this post on Instagram
હાલમાં જ હેડને તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. લીઝા તેની પ્રેગ્નેન્સીને લઈને બહુજ ઉત્સુક છે.
View this post on Instagram
હાલમાં જ લીઝાએ બિકીની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે બ્લેક કલરની બિકીની પહેરી બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. લીલીઝાએ બિકીની ઉપરત બાથરોબ પણ કેરી કર્યું છે.
View this post on Instagram
તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, “any day now ” જણાવી દઈએ કે, લીઝાની ડિલિવરી ગમે ત્યારે થઇ શકે છે.
View this post on Instagram
લીઝાએ સપ્ટેમ્બર 2019માં તેની બીજી પ્રેગ્નેન્સીનો ખુલાસો કર્યો હતો. લિઝાએ શેર કરીલી આ તસ્વીરને ઇન્ટરનેટ પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
લીઝ હેડન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે તેના પરિવારજનોની તસ્વીર સાથે સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.હાલ તો લીઝા તેના આ સમયને ભરપૂર માણી રહી છે.
હાલમાં જ લીઝા હેડને એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરમાં તે ફૂલ સ્લીવના ટીશર્ટમાં જોવા મળે છે. લીઝાનું બેબી બમ્પ આ ટીશર્ટમાં નોર્મલ કરતા ઓછું જોવા મળે છે.
લીઝાએ આ પહેલા બિકીની લુકમાં ઘણી તસ્વીર શેર કરી હતી જેમાં તેનું બેબી બમ્પ મોટું જોવા મળતું હતું.
આ પહેલા લીઝાએ તેના પહેલા બાળક જેકની પણ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં જેક અને લીઝા બીચ પર જોવા મળે છે.
જણાવી દઈએ કે, લીઝા હેડને ઓક્ટોબર 2016માં ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યા હતા. લીઝા હેડને તેની પહેલી પ્રેગ્નેન્સીની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. લીઝાએ 17 મે 2017ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો.
લીઝા હેડને ફિલ્મ ‘આયેશા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ તેને ધ શૌકિન્સ, કવિન, હાઉસફુલ-3 અને એ દિલ હૈ મુશ્કિલમાં જોવા મળી હતી.
એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, લીઝાએ તેની દોસ્તના કહેવા પર મોડેલિંગ શરૂ કર્યું હતું જેથી તે તેના મકાનનું ભાડું ભરી શકે. ત્યારબાદ લીઝાએ ઓસ્ટ્રલિયા જઈને મોડેલિંગ શરૂ કર્યું હતું.
લીઝાએ 2007માં મોડેલિંગની શરૂઆત કરી હતી. લીઝા ઘણી ફેશન મેગેઝીનના કવર પર પણ નજરે આવી ચુકી છે, જેમાં Elleથી લઈને ફેમિના સુધીમાં તેનું નામ શામેલ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.