બૉલીવુડ અભિનેત્રી લીઝા હેડન બીજી વાર માં બનવા જઈ રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર પતિ ડીનો લાલવાની અને બે વર્ષના દીકરા જૈક લાલવાનીની સાથે તસ્વીર પોસ્ટ કરતા પોતાની બીજી વાર માં બનવાની જાણકારી આપી છે.
તસ્વીરમાં લીઝા હેડન પોતાના પતિ અને દીકરા સાથે સમુદ્રમાં ઉભેલી છે. તસ્વીરમાં લીઝાએ સ્વિમસૂટ પહેરી રાખ્યું છે જેમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.તસ્વીરને પોસ્ટ કરતા લીઝા હેડને લખ્યું કે,”ચોથાના આવવાની ખુશીમાં પાર્ટી”.
પોતાના આવા કૈપ્શનથી બોલીવુડના સિતારાઓએ પણ તેને શુભકામના આપવાનું શરૂ કરી દીધુ છે.લિઝાની આ તસ્વીર પર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનથી લઈને અભિનેત્રી સોનમ કપૂર સુધીના કિરદારોએ કમેન્ટ દ્વારા તેને શુભકામનાઓ આપી છે.
અભિનેત્રી લીઝા હેડનની તસ્વીર પર કમેન્ટ કરતા એમી જૈક્સને લખ્યું કે,”બેસ્ટ ન્યુઝ”! આ સિવાય અભિનેત્રી પૂજા હેગડેએ લખ્યું કે-”સુંદર માતાને શુભકામાનો”!
આ સિવાય ફૈન્સ દ્વારા પણ લીઝા હેડનને ખુબ શુભકામનાઓ મળી છે.
જણાવી દઈએ કે વર્ષ 2016 માં લીઝા હેડને બોયફ્રેન્ડ ડીનો લાલવાની સાથે એક વર્ષ ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા અને લગ્નના એક વર્ષ પછી 2017 માં તેણે દીકરા જૈક લાલવાનીને જન્મ આપ્યો હતો.
લીઝા મોટાભાગે પોતાના દીકરા જૈકની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
29 ઓક્ટોબરના રોજ થાઈલૈંડના ફૂકેટમાં સ્થિત અમનપુરી બીચ રિસોર્ટમાં બંન્નેએ લગ્ન કર્યા હતા. લગ્નમાં લીઝાએ સફેદ રંગનું ગાઉન પહેરી રાખ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
જણાવી દઈએ કે લીઝા કંગના રનૌતની ફિલ્મ ‘કવિન’માં વિજયાલક્ષ્મીના કિરદાર દ્વારા ખુબ ચર્ચામાં આવી હતી, આ સિવાય તે ‘દ શૌકિન્સ’ અને ‘હાઉસફુલ-3’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks