બોલીવુડની દમદાર અભિનેત્રીઓમાંની એક લીજા હેડન હાલના સમયમાં ગર્ભવતી છે. લીજા પોતાના બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. મોટાભાગે લીજા પોતાના બેબી બંમ્પ સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

એવામાં એક વાર ફરીથી લીજાની બેબી બંમ્પ સાથેની નવી તસ્વીરો સામે આવી છે જેને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. લીજા હાલના દિવસોમાં થાઈલેન્ડની સુંદર વાદીઓમાં અને સમુદ્રની લહેરોની વચ્ચે ગર્ભાવસ્થાની મજા માણી રહી છે.

લીજાએ શેર કરેલી તસ્વીરોમાં તેનો દીકરો પણ દેખાઈ રહ્યો છે. લીજા મોટાભાગે પોતાના પતિ અને દીકરા સાથે સમય વિતાવે છે. તસ્વીરોને જોતા લાગી રહ્યું છે કે લીજા પોતાના બીજા બાળકને લઈને ખુબ જ ખુશ છે.

તસ્વીરોમાં લીજાનો અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેના ખુબ વખાણ કરી રહ્યા છે. અમુક જ સમયમાં લીજાની તસ્વીરોને હજારો લાઇક્સ મળી ચુકી છે અને શેર પણ કરવામાં આવી છે.

ગર્ભાવસ્થામાં પણ લીજા પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. આ સમયમાં પણ લીજા જીમમાં વ્યાયામ કરે છે. જીમમાં વ્યાયામ કરતી પોતાની તસ્વીર શેર કરીને લીજાએ લખ્યું કે,”આવનારા મહેમાનની એક સ્વાસ્થ્યમંદ દેખભાળ અને મારા મજબૂત વાળ પણ એટલા જ જરૂરી છે જેટલું મારા માટે એક મજબૂત શરીર માટે કસરત કરવું.”

લીજા ખુબ ઓછા સમયમાં બીજી વાર ગર્ભવતી થઇ છે છતાં પણ તેની ફિટનેસ પર કોઈ અસર પડવા નથી દીધી. ગર્ભાવસ્થામાં પણ આટલું ફિટ શરીર જોઈને તેના ચાહકો પણ હેરાન છે.

એક યુઝરે તો કમેન્ટ કરીને લખ્યું કે,”ગર્ભવતી હોવા છતાં પણ તમે આટલું ફિટ શરીર કેવી રીતે રાખો છો! ખુબ જ સુંદર લાગી રહ્યા છો તમે!” જ્યારે બીજા એકે લખ્યું કે,”કોઈ આટલું સશક્ત કેવી રીતે હોઈ શકે છે!”

જણાવી દઈએ કે લીજા હેડને 29 ઓક્ટોબર 2016 ના રોજ લાંબા સમયના ડેટ પછી પોતાના બોયફ્રેન્ડ ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. બંન્ને થાઈલેન્ડના ફૂકેટમાં આવેલા અમનપુરી બીચ રિસોર્ટમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. લીજાના પહેલા દીકરાનું નામ જૈક લાલવાની છે.

લીજા હેડન એ દિલ હૈ મુશ્કિલ, આયશા, રાસ્કલ, કવિન, દ શૌકિન્સ, સંતા બંતા પ્રાઇવેટ લિમિટેડ, હાઉસફુલ-3 જેવી ફિલોમા જોવા મળી ચુકી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.