ખબર

પરિવારના 4 લોકોને ભોપાલથી દિલ્હી મોકલવા, દારૂના વેપારીએ 20 લાખના ભાડામાં 180 સીટનું વિમાન મોકલ્યું

લોકડાઉનના કારણે ઘણા પરપ્રાંતીય મજૂરો અને સામાન્ય માણસો ઘણી જગ્યાએ ફસાયેલા છે, ઘણા લોકો આ સમયે ચાલીને પણ પોતાના ઘરે જવા માટે રવાના થયા છે તો કોઈ ગમે તેમ કરી પોતાના વતન પહોંચાડવા માંગે છે, ઘણા લોકો એવા છે જે જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયા છે, હજુ તેમને ઘરે પહોંચવાનો કોઈ રસ્તો નથી ત્યારે આ બધા વચ્ચે એક એવી ખબર આવી છે જે જાણીને તમારા હોશ ઉડી જશે.

Image Source

પોતાના પરિવારના ચાર સભ્યોને ભોપાલથી દિલ્હી મોકલવા માટે એક દારૂના મોટા વહેપારીએ 20 લાખનું વિમાન ભાડે કરી અને તેમને ભોપાલથી દિલ્હી મોકલી આપ્યા હતા. 180 સીટના આ વિમાનની અંદર માત્ર પરિવારના 4 સદસ્યો જ હતા જેની ચર્ચા આજે ઠેર ઠેર ચાલી રહી છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ભોપાલના એક દારૂના મોટા વહેપારીએ કોરોના વાયરસના ખતરાથી પોતાના પરિવારના સદસ્યોને બચાવવા માટે અને ભીડભાડથી દૂર રાખવા માટે એક પ્રાઇવેટ કંપનીના એક 180 સીટ વળી એરબસ એ 320 ભોપાલથી દિલ્હી મોકલ્યું હતું. આ ચાર સદસ્યોમાં છેલ્લા બે મહિનાથી ભોપાલમાં ફસાયેલી તેમની દીકરી તેના બે બાળકો અને એક ઘરેલુ સેવિકા હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.