IAS કપલની દીકરી, LLBનો અભ્યાસ, 10માં માળેથી લગાવી મોતની છલાંગ…સામે આવ્યુ હેરાન કરી દેનારુ કારણ

IAS માતા-પિતાની દીકરીએ કેમ લગાવી મોતને ગળે ? એવી તો કઇ વસ્તુથી હતી પરેશાન- જાણી પેરેન્ટ્સ થઇ જશે એલર્ટ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક હાઈપ્રોફાઈલ આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી કપલની 27 વર્ષીય દીકરીએ સોમવારે વહેલી સવારે દક્ષિણ મુંબઈમાં મંત્રાલય નજીક એક બિલ્ડિંગના 10માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે, હરિયાણાના સોનીપતમાં એલએલબીનો અભ્યાસ કરતી લિપી રસ્તોગીએ લગભગ 4 વાગ્યે રાજ્ય સચિવાલયની નજીકની બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી હતી.

તે સમયે મંત્રાલયની નજીક સ્થિત IAS અધિકારીઓના આવાસા પરિસરમાં બધા સૂઇ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે બિલ્ડિંગના ગાર્ડે કોમ્પ્લેક્સની નજીક પાર્ક કરેલી એક મોટરસાઇકલ પર લિપીને બેભાન હાલતમાં જોઈ અને પરિવારને જાણ કરી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જો કે તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા છતાં પણ તેનો જીવ બચાવી શકાયો નહિ.

કાયદાની વિદ્યાર્થીનીએ અભ્યાસના દબાણ તરફ ઈશારો કર્યો છે, જેના કારણે તેણે આ પગલું ભર્યું. આ એક હકીકત છે જે દરેક માતા-પિતાએ અત્યારે સમજવી જોઈએ. દરેક પેરેન્ટ્સે સજાગ રહેવાની જરૂર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લિપી રસ્તોગીના પિતા વિકાસ રસ્તોગી મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરીના પદ પર છે, જ્યારે માતા રાધિકા રસ્તોગી રાજ્ય સરકારમાં સિનિયર આઈએએસ અધિકારી પદ પર કાર્યરત છે.

લિપીએ ગયા વર્ષે ડિસેમ્બરથી એડવોકેટ સરાહ કપાડિયાની લો ફર્મ વેસ્તા લીગલમાં ઈન્ટર્ન તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ પહેલાં તે સરકારી વકીલ અશ્વિની રાયકરના અસિસટન્ટ તરીકે કામ કરતી હતી. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ.નો અભ્યાસ કરનાર હતો, તેણે માર્કેટિંગ ક્ષેત્રે પણ કામ કર્યું હતું. તેમણે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ કંપનીમાં સેલ્સ અને માર્કેટિંગમાં કામ કર્યું હતું લિપિએ માર્કેટિંગ ક્ષેત્રમાં પણ કામ કર્યુ હતુ.

તેણે હિંદુસ્તાન યુનિલીવર લિમિટેડ કંપનીમાં સેલ્સ એન્ડ માર્કેટિંગનું કામ કર્યુ હતુ, અમે બ્યુટી કંપની નાયકામાં કંસલ્ટેંટ તરીકે સેવા આપી હતી. જો કે, વર્ષ 2020 પછી તેણે આ ક્ષેત્રને અલવિદા કહી દીધું. આ પછી તેણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. તેણે 2015 થી 2016 દરમિયાન કન્ટેન્ટ રાઇટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. લિપિએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યુ છે કે, આ માટે કોઇને જવાબદાર ઠેરવવામાં ન આવે, લોની વિદ્યાર્થીએ કથિત રીતે અભ્યાસના દબાણ પણ ઇશારો કર્યો છે.

Shah Jina