ખબર

જુઓ વિડીયો: જૂનાગઢની બજારોમાં સૂમસામ વરસાદી રાતે સિંહોનું જે ટોળું જોવા મળ્યું તે ગાત્રો ગાળી નાખે તેવું હતું!

ગુજરાતના લોકો અને ગુજરાતની સરકાર સિંહને પોતાનું ગૌરવ માને છે. ગુજરાતના હરેક લોગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સિંહની મુખાકૃતિ દેખા દેતી જ હોય છે. ગૌરવ હોવું સ્વાભાવિક પણ છે. કેમ કે, જગત આખામાં જે ગણ્યાગાઠ્યાં એશિયાઇ સિંહો બચ્યા છે એ માત્રને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે.આની સામે એક વાસ્તવિકતા એ પણ છે, કે જંગલોનો ઘટી રહેલો વિસ્તાર અને જંગલોમાં વધી રહેલી પ્રવાસીઓની ઝાકમઝોળને પ્રતાપે સિંહોને ગીરના જંગલોમાં પર્યાપ્ત ખોરાક મળતો નથી. તેઓ આજુબાજુના ઇલાકાઓમાં ખોરાકની શોધમાં ફરવા માટે મજબૂર બને છે. જો કે, સિક્કાની બીજી બાજુ એ પણ છે કે સિંહ એક રાતમાં ૧૨ ગાઉનો પલ્લો કાપી નાખે છે!

Image Source

અલબત્ત, જે હોય તે પણ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ એક વીડિઓએ લોકોને આશ્વર્યચકિત કરી નાખ્યા છે. વીડિઓ જૂનાગઢનો છે. જૂનાગઢના રસ્તાઓ પરની વરસાદી રાત્રીનો છે કે જ્યારે એક-બે નહી, પણ એકસાથે ૭ વનરાજો જૂનાગઢની બજારોમાં લટાર મારી રહ્યા છે!

જૂનાગઢની ભવનાથ તળેટી આજુબાજુના ઇલાકાનો આ વીડિઓ સોશિયલ મીડિયામાં આજકાલ મોટા પ્રમાણમાં વાઇરલ થયો છે, જેમાં એકસાથે સાત સિંહોની શિકારની શોધમાં રોડ પર લટાર મારતા જોવામાં આવ્યા છે. ઝરમર વરસાદ પડી રહ્યો છે અને વનરાજોના ડગ મંડરાઇ રહ્યા છે! ભવનાથ તળેટીના વિસ્તારના વિસ્તારમાંથી આ વીડિઓ શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે, ગીર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અહીંથી દૂર ન હોવાને કારણે અને ગીરનારનો જંગલ વિસ્તાર શરૂ થતો હોવાને કારણે પણ અહીં સિંહ જોવા મળવા એ બહુ નવાઇની વાત નથી પણ આ નજારો ચોક્કસ આશ્વર્યચકિત કરી દેનારો હતો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે આ સિંહોને સેન્ચ્યુરીમાં મૂકવામાં આવશે. જો કે, અહીં કોઈ અકસ્માત બન્યાનો કિસ્સો સામે આવ્યો નથી.

ઘણીવાર ગીર-સાસણના જંગલોમાંથી સિંહો દક્ષિણમાં પણ દરિયા કાંઠાના છેવાડાના ગામડાંઓ સુધી પહોંચી જાય છે. દર થોડે દહાડે સિંહો જોયાની ગામ લોકોમાં વાતો સંભળાતી રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks