ગુજરાત એટલે સાવજની ધરતી સાહેબ…અહીંયા ખેતરમાં પણ સિંહો આરામથી ફરે, જુઓ વીડિયોમાં ખેડૂતની આંખો સામે જ ખેતરમાં સિંહો કેવા ટેસથી ફરતા જોવા મળ્યા

ખેડૂતની આંખો સામે ફરી રહ્યા હતા બે સિંહો, ખુબ જ નજીકથી વીડિયો બનાવવા લાગ્યો ખેડૂત, નજારો જોઈને હોંશ ઉડી જશે, જુઓ વીડિયો

જંગલની અંદર ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હોય છે અને જયારે જંગલમાં ફરવા જઈએ ત્યારે લોકો આ પ્રાણીઓને રૂબરૂ પણ જોતા હોય છે. ત્યારે ઘણા લોકો પ્રાણીઓ જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં પણ જતા હોય છે. પરંતુ ગુજરાતના ગીરમાં તમને ખુલ્લેઆમ ફરતા સિંહો જોવા મળી જાય છે.

જંગલના રાજા સિંહની બીક બધાને લાગતી હોય છે, એ પછી જંગલના પ્રાણીઓ હોય કે માણસો, ત્યારે ગીરમાંથી ઘણીવાર સિંહોના જાહેર રસ્તા પર કે ગામની અંદર ઘુસી જવાના પણ ઘણા વીડિયો જોવા મળતા હોય છે, ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેણે સૌના હોંશ ઉડાવી દીધા છે. કારણ કે વીડિયોમાં સિંહો સાથે નજીકમાં એક માણસ પણ તેનો વીડિયો બનાવતા જોવા મળી રહ્યો છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે. વીડિયોમાં બે સિંહો આરામથી ખેતરમાં ફરતા જોવા મળી રહ્યા છે અને ખેડૂત પણ ત્યાં જ ઉભો છે. આ ગ્રામીણ ખેડૂત ઉભો ઉભો તે સિંહોને પોતાના મોબાઈલ કેમેરાથી વીડિયોની અંદર કેદ કરી રહ્યો છે. તે વ્યક્તિને સિંહોનો જરા પણ ડર નથી લાગતો.

સિંહો પણ તેમની મસ્તીમાં જ ફરી રહ્યા છે, જાણે કે ખેતરમાં કોઈ શ્વાન ફરતો હોય. આ સિંહ તે વ્યક્તિને કોઈ નુકશાન નથી પહોંચાડતા ના તે વ્યક્તિ તેમને ભગાડવા માટે બૂમો પાડે છે. વીડિયોને જોઈને ઘણા લોકોના હોંશ ઉડી ગયા છે અને કોમેન્ટમાં આ રીતે સિંહોની નજીક ના જવા માટે પણ તે વ્યક્તિને સલાહ આપતા જોવા મળે છે. વીડિયો શેર કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “ગુજરાતમાં વધુ એક દિવસ”

Niraj Patel