5 સિંહો એક ભેંસને દબોચીને બેઠા હતા, અને ત્યારે જ થયું કંઈક એવું કે બચી ગયો ભેંસનો જીવ, વીડિયો જોઈને આંખો ઉપર વિશ્વાસ નહિ કરી શકો, જુઓ

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે અને સિંહ પોતાના શિકારને આસાનીથી ક્યારેય છોડતો નથી, જો તે શિકાર કરે તો સામે કોઈપણ હોય તેના રામ રમી જ જતા હોય છે, ઇન્ટરનેટ ઉપર સિંહના શિકારના તમે ઘણા વીડિયો જોયા હશે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમે ખરેખર હેરાન રહી જશો, કારણ કે એક બે નહિ પરંતુ પાંચ પાંચ સિંહ એક ભેંસને દબોચીને બેઠા પરંતુ પછી એવું કંઈક થયું કે શિકાર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યું.

આ વીડિયો 30 સેકન્ડનો છે જેમાં આપણે 3 સિંહણ અને 2 સિંહને એક ભેંસને દબોચતા જોઈ શકીએ છીએ. પરંતુ અચાનક એક સિંહણ આવીને બીજી સિંહણ પર હુમલો કરે છે, ત્યારબાદ આખું ટોળું એકબીજા સાથે ઝઘડવા લાગે છે. ભેંસ આ તકનો લાભ ઉઠાવે છે અને તરત જ ઘાયલ અવસ્થામાં ઉભી થાય છે અને પછી ધીમે ધીમે થોડા અંતરે હાજર તેના ટોળા પાસે ચાલી જાય છે.

જ્યારે સિંહ અને સિંહણ એકબીજા સાથે લડે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. આ દુર્લભ જંગલનું દ્રશ્ય 19 ઓક્ટોબરે ટ્વિટર હેન્ડલ @OTerrifying દ્વારા શેર કરવામાં આવ્યું હતું. આ સાથે તેણે લખ્યું “ભેંસ ખાતી વખતે સિંહ-સિંહણ એકબીજા સાથે ઝઘડ્યા, તેથી ભેંસ ત્યાંથી ચાલી ગઈ. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકોએ લાઈક પણ કરી છે.

આ સિવાય તમામ યુઝર્સે પણ આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. એક યુઝરે લખ્યું કે આ વીડિયો આપણને એક સબક આપે છે. જ્યારે અન્ય લોકોએ મજાકમાં સિંહ માટે લખ્યું “હા પહેલા આ કરો.” કેટલાક યુઝર્સે તેના પર ફની મીમ્સ બનાવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થતો જોવા મળી રહ્યો છે.

Niraj Patel