જંગલમાં ભેંસો અને જંગલના રાજા વચ્ચે ખેલાયો ખરાખરીનો ખેલ, જાણો કોણે મારી બાજી

ડાલામથા સિંહોને પણ ભેંસોએ હંફાવી દીધા

આપણે બધા બાળપણથી આ કહેવત સાંભળતા આવ્યા છીએ, ‘એકતામાં શક્તિ છે’. આપણે આપણી આસપાસ આના ઘણા ઉદાહરણો પણ જોઈએ છીએ. તે માનવ હોય કે પ્રાણી, જ્યાં એકતા છે, તે ચોક્કસપણે જીત છે. અમે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો જોયો. જેમાં સિંહે એક ભેંસ પર હુમલો કર્યો હતો. (તમામ તસવીરો: યૂટ્યૂબ વીડિયો પરથી)

પણ પોતાના સાથીને બચાવવા માટે ભેંસોનું આખું ટોળું સિંહ પર તૂટી પડ્યું. તે પછી શું થયું તે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. આ વિડીયો એક યુ ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં કેટલાક સિંહોએ શિકાર માટે ભેંસ પકડી છે. એક સિંહણ એક ભેંસને તેની ગરદન પકડીને મારવાનો પ્રયાસ કરી રહી છે.

કેટલાક અન્ય સિંહો પણ થોડા અંતરે ઉભા છે. તે જ સમયે, એક ભેંસ પણ તેના સાથીને બચાવવા ત્યાં પહોંચી જાય છે. ભેંસને જોતા જ સિંહ ભેંસને છોડી દે છે જેનો તે શિકાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે પછી સિંહોનું આખું ટોળું ભેંસના ટોળા પર હુમલો કરે છે. પરંતુ ભેંસોનું આખું ટોળું સિંહો પર હાવી થઈ જાય છે.

બધી ભેંસ એક સાથે સિંહો સામે દોડે છે, આ સમય દરમિયાન એક ભેંસનો પગ અટકી જાય છે અને સિંહો તેને પકડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ભેંસ એટલી ચાલાક છે કે તેઓ સિંહોને ભેંસની નજીક પણ આવવા દેતા નથી અને તેમના સાથીને બહાર કાઢી લે છે. જે બાદ સિંહો ફરી એક વખત ભેંસો પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન, સિંહો એક ભેંસને ઘેરી લે છે અને તેને પકડે છે અને તેનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે. ભેંસ હિંમત હારતી નથી અને સિંહો સાથે તીવ્ર સ્પર્ધા કરે છે.

સિંહ ભેંસની પીઠ પર સવાર થઈ જાય છે પપંતુ ભેંસ જડપથી માથુ ફેરવે છે અને સિંહને જમીન પર ફેંકી દે છે. પરંતુ બે સિંહો ફરી ભેંસને પકડે છે, પરંતુ ભેંસ ફરીથી બંને સિંહોને પાડી દે છે અને તે પછી સિંહો પર હુમલો કરવાનું શરૂ કરે છે. ભેંસ કોઈ રીતે સિંહોની પકડમાંથી બહાર નીકળવાનો ઘણો પ્રયત્ન કરે છે, પરંતુ સિંહો ભેંસને ઘેરી લે છે અને તેનો શિકાર કરે છે.

Patel Meet