જંગલમાં ભેંસ બચ્ચાને જન્મ આપીને કરી રહી હતી આરામ ત્યારે જ તૂટી પડ્યું સિંહણનું ટોળું, પોતાના બચ્ચાંનો જીવ બચાવવા માતાએ જે કર્યું એ રૂંવાડા ઉભા કરી દેનારું હતું, જુઓ

પોતાના તાજા જન્મેલા બચ્ચાને બચાવવા માટે ભેંસ સિંહોના ટોળા સામે લડતી જોવા મળી, વીડિયો જોઈને લોકોના હોંશ ઉડી ગયા, જુઓ તમે પણ

Lions Attacked the Buffalo : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય. ખાસ કરીને જંગલમાંથી સામે આવતી કેટલીક ઘટનાઓ, જેમાં સિંહ, ચિંતા જેવા મોટા પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો શિકાર કરવા નીકળે છે અને બીજા પ્રાણીઓ પોતાનો જીવ બચાવીને ભાગતા હોય છે.

પરંતુ જયારે વાત પોતાના બચ્ચાઓ પર આવે તો પ્રાણીઓ સિંહ સામે પણ બાથ ભીડી લેતા હોય છે, હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં એવું જ જોવા મળી રહ્યું છે, જેમાં સિંહણનું એક ટોળું એક ભેંસને ઘેરી વળે છે, જેણે તાજેતરમાં જ એક બચ્ચાને જન્મ આપ્યો હોય છે, પરંતુ જે રીતે બહાદુરી પૂર્વક ભેંસ સિંહોના ટોળાનો સામનો કરે છે એ જોઈને લોકોના હોંશ ઉડી ગયા.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @wildlife011 એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેનું કેપ્શન છે- ‘માતા અંત સુધી બાળકની રક્ષા કરે છે.’ આ વીડિયોમાં જોવા મળે છે કે એક ભેંસ તેના હમણાં જ જન્મેલા બાળકની પાસે છે, ત્યારે જ સિંહોનું ટોળું તેને ચારે બાજુથી ઘેરી લે છે. સિંહો તેના બાળકનો શિકાર કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ માતા તેનો ઈરાદો જાણે છે અને એકલા તેની સાથે લડીને કોઈપણ સિંહને તેના બાળકની નજીક આવવા દેતી નથી.

 

View this post on Instagram

 

A post shared by The Animal World (@wildlife011)

જો કે, અંતે તે સિંહનો પીછો કરે છે અને તેને ચલાવવાનું શરૂ કરે છે, ત્યારે જ, તક મળતા, અન્ય સિંહ તેના બાળકની ગરદન પકડી લે છે. વીડિયોના અંતમાં એક સિંહ ભેંસના બચ્ચાને લઈને ભાગવા લાગે છે. બીજી તરફ, 3-4 સિંહો ભેંસ સાથે ભાથ ભીડે છે અને તેને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરે છે. આ પછી શું થયું, ભેંસ અને તેના બાળકનો જીવ બચ્યો કે નહીં, તે વીડિયોમાં નથી, પરંતુ આ વીડિયો જોઈને દરેક લોકો માતાના પ્રેમ અને તેની બહાદુરીની વાત કરી રહ્યા છે.

Niraj Patel