લગ્નની અંદર આવી ગઈ સિંહણ ! જીવ બચાવીને વ્યક્તિ ચઢી ગયો ઝાડ ઉપર, સિંહણ પણ પાછળ પાછળ… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

આજે જમાનો સ્માર્ટફોનનો છે અને સ્માર્ટફોનમાં રહેલા સ્માર્ટ કેમેરાથી ઘણીવાર એવી એવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે જેના વીડિયો જોઈને આપણે પણ હેરાનીમાં મુકાઈ જતા હોઈએ છીએ. ઘણીવાર કેમેરામાં રૂંવાડા ઉભા કરી દેનારી ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના વાયરલ થઇ રહી છે, જેમાં એક લગ્ન જેવા પ્રસંગની અંદર એક સિંહણ ઘુસી આવેલી જોવા મળે છે.

લગ્ન હોય કે પછી કોઈ ફંક્શન હોય, તેમાં ના બોલાવેલા મહેમાન આવે એ કોઈને ગમતું નથી. તેમ છતાં આ મહેમાન માનવી હોય તો તેને મેનેજ કરી શકાય પરંતુ સિંહણને મેનેજ કરવી બિલકુલ સરળ નથી, આ સમયે એક પાર્ટીમાં પહોંચેલી સિંહણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શણગારેલા સ્થળની વચ્ચે પહોંચેલી સિંહણનો આ વિડિયો જોઈને લોકો દંગ રહી જાય છે અને જે રીતે તે એક માણસને અનુસરે છે, તે હૃદયને હચમચાવી દેનારુ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક સિંહણ પાર્ટી સ્થળે પહોંચતી જોવા મળી રહી છે. વીડિયો જોઈને જ તમારા રૂંવાડા ઉભા થઇ જશે કારણ કે પાર્ટી પ્લેસ પર ઉભેલી સિંહણ માત્ર ત્યાં પહોંચી નથી, પરંતુ તે એક વ્યક્તિની પાછળ પડી છે. માણસ તેનાથી બચવા ઝાડ પર ચઢ્યો, પણ સિંહણ જાણે હાથ હોઈને તેની પાછળ પડી હોય તેમ જેમ જેમ વ્યક્તિ ઉપર ચઢી રહ્યો છે, ત્યારે ગુસ્સે ભરાયેલી સિંહણ તેની પાછળ આવે છે અને ઝાડ પર પણ ચઢી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Lions Habitat🦁 (@lions.habitat)

તે વ્યક્તિ છેલ્લી ઘડી સુધી તેના પગથી અથડાવીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયો જોઈને તમારું દિલ હચમચી જશે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર lions.habitat નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયો 5 જુલાઈએ શેર કરવામાં આવ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં તેને 16.5 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને લગભગ 2 લાખ 50 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ નથી થઇ. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel