જિરાફના બચ્ચાનું ગળું પકડીને બેસી ગઈ સિંહણ, પછી જિરાફની મમ્મી કર્યું એવું કામ કે વીડિયો તમારા શ્વાસ પણ અઘ્ધર કરી નાખશે… જુઓ

સિંહને પકડી લીધી જિરાફના બચ્ચાને પછી છોડાવવા માટે તેની માતાએ કર્યું એવું કામ કે વીડિયો જોઈને જ ફફડી ઉઠશો… જુઓ

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જતી હોય છે જે જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. ખાસ કરીને જંગલ સફારી દરમિયાન કેમેરામાં કેદ થતી પ્રાણીઓની કેટલીક હરકતો જોઈને આપણી આંખો પર પણ વિશ્વાસ કરવો ભારે પડી જાય છે.

ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સિંહણ જિરાફના બચ્ચા પર હુમલો કરી દે છે. જેના બાદ જિરાફની માતા પોતાના બચ્ચાને બચાવવા માટે જે કરે છે તે ખુબ જ દિલ ધડક છે. આ સમગ્ર ઘટના જંગલ સફારી કરવા માટે ગયેલા લોકોના કેમેરામાં કેદ થઇ ગઈ અને તેનો વીડિયો વાયરલ થઇ ગયો.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો જંગલ સફારી દરમિયાન વીડિયો બનાવી રહ્યા છે. આ દરમિયાન એક જિરાફનું બચ્ચું પણ ત્યાં નજર આવે છે. જેના પર ભૂખે થયેલી એક સિંહણ લપકે છે અને તેનું જમીન પર પાડીને તેના ગળા પર લટકી જાય છે. આ જોઈને જિરાફની માતા તેને બચાવવા માટે તેની તરફ ભાગે છે.

જિરાફની માતા જેવી જ બચ્ચા તરફ આવે છે કે તરત સિંહણ તેને છોડીને જંગલમાં ભાગી જાય છે. આ વીડિયોને એનિમલ વર્લ્ડ નામના યુઝર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ તેના પર પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel