પાલતુ ડોગ સમજી સિંહને લાડ કરવાનું પડ્યું ભારે: થયું કંઈક એવું કે…જુઓ ચોંકાવનારો વીડિયો

જંગલના રાજા તરીકે ઓળખાતા સિંહથી નાનાથી લઇને કેટલાક ખૂંખાર પ્રાણીઓ પણ ડરે છે. માણસો તો દૂર રહ્યા, પણ પ્રાણીઓ પણ સિંહને જોઈને પોતાનો માર્ગ બદલી નાખે છે. કહેવાય છે કે જંગલી પ્રાણીઓને પાળતું સમજવાની ભૂલ કદી ન કરવી જોઈએ, કારણ કે ક્યારે આ ખૂંખાર શિકારી ઉશ્કેરાઈ જાય તે કહી શકાય નહીં. ઇન્ટરનેટ પર આ વાતને સાચી સાબિત કરતા ઘણા વીડિયો અવાર નવાર જોવા મળે છે. કેટલાક એવા વીડિયો પણ હોય છે.


ત્યારે તાજેતરમાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ સિંહને ઘરમાં પાળતું પ્રાણીની જેમ જ પાળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, વ્યક્તિ પોતાના ખોળામાં સિંહને બેસાડીને છે, પરંતુ પછીના જ ક્ષણે જે થાય છે, તે જોઈને ચોક્કસપણે તમારી ચીસો નીકળી જશે. નબળા દિલવાળા લોકો આ વીડિયો બિલકુલ ના જોતા.

આ ચોંકાવનારા સિંહના વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે પણ બૂમાબૂમ થઈ ગઈ છે. આમ તો ભારતમાં જંગલી પ્રાણીઓને ઘરમાં પાળવાનો નિયમ નથી, પરંતુ થાઈલેન્ડ, યુએઈ સહિત ઘણા દેશોમાં કેટલીક શરતો સાથે તેમને પાળી શકાય છે. તાજેતરમાં એક એવો જ વીડિયો લોકોના હોશ ઉડાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ વિશાળકાય સિંહને ખોળામાં લઈને સોફા પર બેઠેલો દેખાય છે. આશ્ચર્યની વાત એ છે કે, સિંહ પણ ખૂબ આરામથી વ્યક્તિના ખોળામાં બેઠેલો છે.

X પર આ આશ્ચર્યજનક વીડિયોને @AMAZlNGNATURE નામના હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘ભાઈ એક કૂતરું લઈ લો. સિંહને તેના કુદરતી ઘરમાં રહેવા દો.’ માત્ર 21 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 20 મિલિયનથી પણ વધુ લોકોએ જોયો છે, જ્યારે 90 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. એક યુઝરે લખ્યું, ‘મને તો પહેલી વાર આ AI જનરેટેડ લાગ્યું.’ બીજા યુઝરે લખ્યું, ‘આ ક્રૂરતા છે જો ખરેખર સિંહ તેના કુદરતી નિવાસસ્થાનમાં રહેવા સક્ષમ હોય તો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘સિંહને મુક્ત થઈને દોડવા દો.’ ચોથા યુઝરે લખ્યું, ‘એને પોતાના ઘરે જવા દો.’ પાંચમા યુઝરે લખ્યું, ‘આ ખૂબ જ ઉદાસ લાગે છે.’


આ વીડિયો આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે: જંગલી પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં જ રહેવા દેવા જોઈએ. તેમને પાળતું બનાવવાનો પ્રયાસ ન માત્ર તેમના માટે હાનિકારક છે, પરંતુ માનવો માટે પણ અત્યંત જોખમી છે. આપણે પ્રકૃતિનો આદર કરવો જોઈએ અને જંગલી જીવોને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સુરક્ષિત રાખવા જોઈએ

Swt