જૂનાગઢના રોડ ઉપર લટાર મારતા જંગલના રાજાના વીડિયો બાદ સામે આવ્યો શુલભ શૌચાલયમાંથી બહાર આવતા સિંહનો વીડિયો

ગીરના જંગલની બહાર જાહેર રસ્તા ઉપર સિંહોના આવી જવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોને હસવું પણ આવી રહ્યું છે અને હેરાની પણ થઇ રહી છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે કેમેરામાં એક શુલભ શૌચાલય દેખાઈ રહ્યું છે, અને કેમેરો તેની તરફ ફરી રહ્યો છે, થોડી જ વારમાં જે નજારો જોવા મળે છે તે જોઈને સૌના હોશ ઉડી જાય છે. જંગલનો રાજા સિંહ એ શુલભ શૌચાલયમાંથી બહાર આવી રહેલો જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો જંગલ સફારી દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હોઈ શકે છે. જેમાં જંગલનો રાજ સાર્વજનિક શૌચાલયમાંથી બહાર આવતો જોઈ શકાય છે. ઇન્ટરનેટ ઉપર આ વીડિયો ખુબ જ હેરાન કરી રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. વીડિયોને જોતા એવું લાગી રહ્યું છે કે આ વીડિયો ચાલુ ગાડી દરમિયાન શૂટ કરવામાં આવ્યો હશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની હજુ કોઈ પાકી પુષ્ટિ થઇ શકી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે, શુલભ શૌચાલય બધાના માટે હોય છે, તેમાં માણસો નહીં જંગલનો રાજા પણ જઈ શકે છે. તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ સમજદાર સિંહ છે, ખુલ્લામાં શૌચ જવાના બદલે સુલભ શૌચાલયમાં જઈ રહ્યો છે.

Niraj Patel