અમરેલીમાં સિંહથી બચાવવા સાક્ષાત હનુમાન દાદા આવ્યા મદદે, કાકા સ્કૂટર લઈને જતા હતા અને રસ્તામાં જ સામે ભટકાઈ ગયો જંગલનો રાજા, જુઓ વીડિયો

સિંહોને જો ખુલ્લાની અંદર ફરતા જોવા છે તો એક જ એવી જગ્યા છે ગુજરાતનું ગીર, જ્યાં ધોળા દિવસે પણ સિંહ તમને ખેતરમાં, ગામની અંદર કે રસ્તા ઉપર જોવા મળી જશે. ખુલ્લામાં ફરતા સિંહના ઘણા વીડિયો પણ સામે આવતા હોય છે. ઘણીવાર વાડીએ કે ગામની અંદર પણ સિંહ આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કાકા સ્કૂટર ઉપર ક્યાંક જતા હોય છે ત્યારે જ તેમની સામે સિંહ આવી જાય છે. પછી કાકા સિંહથી બચવા માટે એવો ઉપાય લગાવે છે કે તેમનો આ ઉપાય કામ પણ લાગી જાય છે અને સામેથી આવતો સિંહ પણ રસ્તો બદલીને ચાલ્યો જાય છે.

સિંહને સામે જોઈને ભલભલા લોકો ડરી જતા હોય છે. ત્યારે વીડિયોમાં જોવા મળી રહેલ વ્યક્તિ પણ સિંહને જોઈને ખુબ જ ભયભીત થઇ જાય છે. આ વ્યક્તિ સ્કૂટરને રસ્તા ઉપર જ ઉભું રાખે છે અને સામેથી આવેતા સિંહને જોતા જ તે હનુમાન દાદાના જાપ કરવાનું શરૂ કરી દે છે. તે વ્યક્તિ સતત હનુમાન દાદાના જાપ કરતા જોવા મળી રહ્યા છે અને સિંહ તેમની નજીક આવતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સિંહ તેમનાથી જ થોડી જ દૂર હોય છે ત્યારે તે પોતાનો રસ્તો બદલી ખેતરમાં ચાલ્યો જાય છે અને સ્કૂટર ઉપર બેથેલ વ્યક્તિ રાહતનો શ્વાસ લે છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો મીડિયા રિપોર્ટ અનુસાર અમરેલીનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે આ વીડિયો મૂળ ક્યાંનો છે તેના વિશેની હજુ સુધી કોઈ પાક્કી માહિતી મળી રહી નથી.

Niraj Patel