ખબર

બધાથી લડી જગડીને પાળ્યા હતા બે સિંહ, તેણે જ લઇ લીધો જીવ….

Image Source

અમુક લોકોને ખતરનાક જાનવરો પાળવાનો અને તેઓને ઉછેરવાનો ખુબ જ શોખ હોય છે, પણ ઘણીવાર આ જ શોખ તેઓને પોતાના આ જ શોખની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડતી હોય છે. એવા જ ચેક રીપ્પબ્લિકમાં રહેનારા માઈકલ પ્રાસેસને જંગલી જાનવરો પાળવાનો ખુબ જ શોખ હતો.

Image Source

તેણે પોતાના જ ઘરે બે સિંહ પાળી રાખ્યા હતા. જેમાં એક માદા અને એક નર સિંહ હતો. બને સિંહને પાળવા અને તેને ઉછેરવા માટે માઈકલ કાનૂન,ન્યાય સાથે પણ લડ્યો અને પ્રશાશન સાથે લડીને બંને સિંહોને પોતાના ઘરે રાખ્યા પણ તેને શું ખબર હતી કે જે સિંહોને તે પોતાના બાળકોની જેમ પ્રેમ કરી રહ્યો છે અને ઉછેરી રહ્યો છે તે જ સિંહો એક દિવસ તેના દુશ્મન બની જાશે અને તેનો જીવ લઇ લેશે.

Image Source

રિપોર્ટ અનુસાર 33 વર્ષના માઈકલએ Zdechov ગામમાં સ્થિત પોતાના જ ઘરની પાછળ બનેલા વાડામાં આ સિંહોને રાખ્યા હતા. અહીં થી જ મંગળવારના રોજ તેની લાશ મળી.

કહેવામાં આવે છે કે માઈકલે જ્યારે સિંહને ઉછેરવાનો નિર્ણય લીધો ત્યારે આસપાસના લોકોએ ખુબ વિરોધ કર્યો હતો. લોકોને બીક હતી કે આ સિંહ ક્યાંય તેઓને કોઈ નુકસાન ના પહોંચાડે. આ બધું જાણવા છતાં પણ માઈકલે સિંહોને ઉછેરવાનો પોતાનો વિચાર બદલાવ્યો નહીં અને તે પોતાનો જીવ ગુમાવી બેઠો.

Image Source

રિપોર્ટ અનુસાર માઈકલની લાશ તે જ પીંજરામાંથી મળી જેમાં તેમણે પોતાના વ્હાલા સિંહોને બંધ રાખ્યા હતા. જ્યારે લાશ મળી ત્યારે પાંજરું અંદરથી બંધ હતું જેને લીધે એ સ્પષ્ટ હતું કે સિંહો એ જ માઈકલની હત્યા કરી છે. આ વાતની જાણ માઈકલના પિતાજીએ પોલીસને આપી હતી. માઈકલ વર્ષ 2016 માં એક નર સિંહ લાવ્યા હતા ત્યારે સિંહની ઉંમર માત્ર નવ વર્ષ જ હતી પણ પ્રજનન માટે તે આગળના જ વર્ષે એક માદા સિંહને પણ લાવ્યા હતા.

Image Source

જો કે પ્રશાસને તેને આવા જંગલી જાનવરો ને રાખવાની કોઈ પરવાનગી આપી ન હતી.પહેલા તેને પીંજરું બનાવની પરવાનગી આપવાની મનાઈ કરી દેવામાં આવી હતી અને પછી અવૈધ પ્રજનન માટે તેના પર દંડ પણ લગાવ્યો હતો. જો કે ચેક રિપબ્લિકમાં આ જાનવરોને રાખવાની કોઈ વૈકલ્પિક સુવિધા ના હોવાથી અને જાનવરોને સાથે કોઈ અત્યાચારના પ્રમાણ ન મળવાને લીધે સિંહોને ત્યાંથી હટાવામાં ન આવ્યા અને માઈકલને સિંહોને રાખવાની અનુમતિ મળી ગઈ.

Image Source

માઈકલ આગળના વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તે પોતાની માદા સિંહને લઈને વોક પર નીકળ્યા હતા. ઠીક તેવી જ રીતે જેવી રીતે મોટાભાગે લોકો પોતાના કૂતરાને ફેરવવા માટે લઈ જાય છે. જો કે વોકિંગના સમયે માદા સિંહ સાથે એક સાઇકલ સવાર અથડાઈ ગયો હતો, જેના પછી ઘટના પોલીસ સુધી પહોંચી ગઈ હતી,જેને સડક દુર્ઘટનાનો મામલો જણાવામાં આવ્યો હતો.

પીંજરામાંથી માઈકલની લાશ બહાર કાઢવા માટે સિંહોને ગોળી મારવી જરૂરી હતી, માટે પોલીસે બંને સિંહોને ગોળી મારીને મૌતને ઘાટ ઉતારી દીધા અને પછી માઈકલની લાશ પીંજરામાંથી બહાર કાઢી હતી. હાલ પોલીસ આ મામલાની ઊંડાણથી જાંચ કરી રહી છે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks