ગુજરાતને એમ જ સાવજની ધરતી થોડી કહેવાય છે !! જંગલના રાજાને આટલા નજીકથી આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોયો હોય, જુઓ વીડિયો

વન્ય પ્રાણીઓને જોવા દરેક વ્યક્તિને ગમતા હોય છે, પરંતુ તેનો ડર પણ એટલો જ લાગતો હોય છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં રસ્તા ઉપર ફરતા વન્ય જીવો જોવા મળે છે. ગુજરાતના ગીરમાંથી પણ ઘણા વીડિયો સામે આવે છે, જેમાં જંગલનો રાજ સિંહ રસ્તા ઉપર ફરતા જોવા મળે છે.

હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં સિંહ રસ્તા ઉપર ફરી રહ્યો છે અને આસપાસ ઘણા લોકો પણ વીડિયો બનાવતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયો આમ તો ડરાવી દે તેવો છે, પરંતુ સિંહને આટલા નજીકથી જોવાનો આ લ્હાવો પણ ભાગ્યે જ મળે એવો છે.

વાયરલ વીડિયોને જોતા ઘણા લોકો કોમેન્ટમાં જણાવી રહ્યા છે કે આ નજારો અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું હામાપુર ગામ પાસે જોવા મળ્યો હતો. જ્યાં રસ્તા ઉપરથી લોકો પસાર થઇ રહ્યા હતા ત્યારે જ જંગલનો રાજા પણ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો અને કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો રસ્તા ઉપર ઉભા છે ત્યારે જ એક વિશાળકાય સિંહ રસ્તા ઉપર આવે છે, ઘણા લોકો તેના ફોટો અને વીડિયો પણ લઇ રહ્યા છે, અને સિંહ બધાને જોતા જોતા જ રસ્તાની એક તરફથી ચાલીને બીજી તરફ જંગલમાં ચાલ્યો જાય છે. તે લોકોને કોઈ નુકશાન પણ નથી પહોંચાવતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સિંહ આમ તો ખતરનાક પ્રાણી માનવામાં આવે છે, તે કોઈનો પણ શિકાર કરી શકે છે. સિંહના શિકાર કરવાના પણ ઘણા વીડિયો આપણે જોયા હશે, પરંતુ આ વીડિયોએ લોકોને પણ હેરાન કરી દીધા છે, જેમાં સિંહ ખુબ જ શાંતિથી પોતાનો રસ્તો પાર કરી અને આગળ ચાલ્યો જાય છે. ઘણા લોકો કોમેન્ટ કરીને આવો નજારો પહેલીવાર જોયો હોવાનું પણ કહી રહ્યા છે.

Niraj Patel