સિંહની સામે આ છોકરીએ કરી એવી હરકત કે ગુસ્સામાં લાલ પીળો થઇ ગયો જંગલનો રાજા, જુઓ વીડિયો થયો વાયરલ

જંગલના રાજ સિંહથી માણસો જ નહિ જંગલના પ્રાણીઓ પણ ડરતા હોય છે. ગુજરાતમાં ગીરની અંદર ઘણા સિંહ છે અને તે ખુલ્લેઆમ ફરે છે. કેટલીકવાર તો તે રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે. તો તેમના વીડિયો પણ વાયરલ થતાં હોય છે. આ સિવાય લોકો સિંહને જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં પણ જતા હોય છે. કેટલાય પ્રાણી સંગ્રાલય દ્વારા સિંહ નજીકથી જોઈ શકાય એ માટેના ખાસ વાડા પણ બનાવેલા હોય છે.

ત્યારે હાલ એવા જ એક આધુનિક પ્રાણી સંગ્રાલયનો વીડિયો સામે આવ્યો છે જેમાં બે છોકરીઓ જંગલના રાજા સિંહ સાથે તસવીર ખેંચાવવા માટે જાય છે. પરંતુ ત્યારે સિંહ પાસે જઈને એક છોકરી જે કરે છે તે જોઈને જંગલનો રાજા પણ ગુસ્સે ભરાઈ જાય છે અને પછી જે થાય છે તે વીડિયોમાં કેદ થઇ જાય છે.

વીડિયોમાં તમે જોશો કે બે છોકરીઓ સિંહના પાંજરાની સામે ફોટો પડાવવા જાય છે અને તે છોકરીઓને જોઈને સિંહ ગુસ્સે થઈ જાય છે. સિંહ ઝડપથી પાંજરાનો કાચ ખંજવાળતો હોય છે અને એટલો ગુસ્સે થઈ રહ્યો છે કે જો કોઈ તેની સામે આવી જાય તો તરત તેને પોતાનો શિકાર બનાવી લે. બીજી તરફ છોકરીઓ ફોટા પડાવતી વખતે ખૂબ હસતી હોય છે. તેમાંથી એક તેને જોઈને સિંહની જેમ કાચ ખંજવાળવા લાગે છે, બીજી છોકરી પણ તેની સાથે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by SRP Krishna bhavani (@ambafacts)

પાંજરામાં કેદ થયેલા સિંહની ખબર નથી, પરંતુ યુવતીઓ સિંહને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી તેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો @ambafacts નામના સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટ કર્યો છે, જેને અત્યાર સુધીમાં 76.3 મિલિયનથી વધુ વ્યૂઝ અને 2.6 મિલિયન લાઈક્સ મળી ચૂક્યા છે.

Niraj Patel