અચાનક સિંહ આવી ગયો જંગલ સફારી કરવા ગયેલા લોકોની ગાડીની અંદર, પછી થયું એવું કે વીડિયો જોઈને છૂટી જશે તમારો પરસેવો

પ્રવાસીઓની ગાડીમાં ઘૂસી ગયો જંગલનો રાજા સિંહ, પછી થયું એવું કે તમારી આંખો ઉપર પણ વિશ્વાસ કરવો પડશે ભારે, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

દુનિયાભરમાં લોકો ફરવાના ખુબ જ શોખીન હોય છે, હાલ ઉનાળા અને રજાઓનો સમય હોય લોકો મોટા પ્રમાણમાં ફરવા માટે જતા હોય છે અને ત્યાં તેમના ફરવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. ઘણા લોકો જંગલ સફારીનો પણ આનંદ માણતા હોય છે, ત્યારે આ દરમિયાન ઘણી એવી હેરાન કરી દેનારી ઘટનાઓ બને છે કે તેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સિંહ પ્રવાસીઓની ગાડીમાં આવી જતો જોવા મળી રહ્યો છે. જંગલના રાજા સિંહને સામે જોઈને ભલભલા લોકોની હાલત કફોડી થઈ જાય છે. સિંહ હોવાને કારણે જંગલના પ્રાણીઓ કાં તો ત્યાંથી ભાગી જાય છે અથવા તો ક્યાંક છુપાઈ જાય છે.

ત્યારે કલ્પના કરો કે તમે જંગલ સફારી પર ગયા છો અને એક ભયાનક સિંહ તમારી કારમાં પ્રવેશે છે તો તમે કેવો અનુભવ કરશો ? આ વિચારીને જ તમારો પરસેવો છૂટી જશે. ત્યારે હાલ  સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ટૂરિસ્ટ કારમાં જંગલ સફારી પર ગયા હતા. દરમિયાન અચાનક તેમની સામે એક સિંહ દેખાય છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે સિંહને જોઈને લોકોની હાલત ડરના કારણે બગડી રહી છે. ખુલ્લા પ્રવાસી વાહનને જોઈને સિંહ અચાનક કારમાં ઘૂસી જાય છે. પરંતુ આ દરમિયાન કંઈક હેરાન કરનારું બને છે. સિંહ કારમાં ઘૂસીને કોઈનો શિકાર કરતો નથી. તે લોકો પર પ્રેમ વરસાવતો દેખાય છે.

આ ઉપરાંત કારમાં બેઠેલા લોકો સિંહને જોતા પહેલા થોડા ડરી જાય છે. જોકે, બાદમાં તે સિંહ સાથે સેલ્ફી લેતો પણ જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહનું કદ ઘણું મોટું છે. સિંહનો ભયજનક ચહેરો જોઈને મોટા મોટા લોકોની હાલત પાતળી થઈ શકે છે.આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા સિંહને જોઈને પ્રવાસીઓ ડરતા નથી. સિંહને પોતાની નજીક જોઈને લોકો ખુશ થઈ જાય છે. કેટલાક લોકો સિંહની પીઠ પર સ્નેહ વરસાવતા જોવા મળે છે. આ ઉપરાંત સિંહ પણ પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિને વળગી રહેલો જોવા મળે છે. એવું લાગે છે કે તેને પોતાનો કોઈ મિત્ર મળ્યો છે.

Niraj Patel